08 May, 2023 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે શૉપિંગ પર નીકળી હતી
પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે શૉપિંગ પર નીકળી હતી. તેની સાથેનો ફોટો પ્રિયંકાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં તેણે દીકરીને ઊંચકી રાખી છે. તાજેતરમાં થયેલી મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા હાજર રહી હતી. ૨૦૧૮માં પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનસે લગ્ન કરી લીધાં હતાં. ૨૦૨૧માં તેઓ સરોગસીથી માલતી મૅરીના પેરન્ટ્સ બન્યા છે. બન્ને પોતાની આ લાડલીને દરેક ઠેકાણે સાથે લઈ જાય છે. થોડા સમય પહેલાં પ્રિયંકા અને નિક તેમની દીકરીને લઈને મુંબઈ આવ્યાં હતાં. પ્રિયંકાએ મીડિયા સાથે તેની દીકરીની મુલાકાત પણ કરાવી હતી. શૉપિંગ કરતી વખતનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ ફોટોમાં દેખાય છે કે તેઓ ટૉય્ઝ ખરીદી રહ્યાં છે.