21 December, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરીને ક્રિસમસ લાઇટ દેખાડવા લઈ ગઈ પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં તેના પતિ નિક જોનસ અને દીકરી સાથે હૉલિડેના મૂડમાં છે. તે દીકરી માલતી મૅરી ચોપડા જોનસને ક્રિસમસ લાઇટ દેખાડવા માટે લઈ ગઈ હતી. આ સમયના કેટલાક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. તેઓ હાલમાં ન્યુ જર્સીમાં છે. આ ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘પર્ફેક્ટ વિન્ટર ડેઝ. તા. ક. પહેલા ફોટોમાં જોઈ શકાય છે કે મારો પતિ મારા મિરર સેલ્ફીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે.’