કરીઅર દરમ્યાન એવી ફિલ્મ પણ કરી હતી જે આજે પણ નથી ગમતી પ્રિયંકાને

31 May, 2023 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૮માં ​અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તે હૉલીવુડમાં સેટલ થઈ છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે તેની કરીઅર દરમ્યાન એવી ફિલ્મ પણ કરી હતી જે આજે પણ તેને નથી ગમતી. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર તેની સિરીઝ ‘સિટાડેલ’ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં તે દિલધડક ઍક્શન કરતી જોવા મળી રહી છે. ૨૦૧૮માં ​અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ તે હૉલીવુડમાં સેટલ થઈ છે. આ બન્ને સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ પણ બન્યા છે. તાજેતરમાં જ પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે તેણે એવી કોઈ ફિલ્મ કરી છે જેનો રોલ તેને ન પસંદ હોય? એનો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું કે ‘ફિલ્મ કઈ હતી એનું નામ તો હું નહીં જણાવું, પરંતુ એમાં કામ કરવાના અનુભવ પર મને ખૂબ નફરત છે. મારે કલાકો સુધી રાહ જોવાની હતી. મારી લાઇનમાં પણ કાંઈ ખાસ કમાલ નહોતી. એથી મારા માટે એ અઘરું હતું.’ તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઊંઘમાં નસકોરાં બોલાવે છે? એનો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારો હસબન્ડ મને કહે છે કે હું નસકોરાં બોલાવું છું, પરંતુ હું નથી માનતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra