05 May, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેની નાકની સર્જરી ખોટી થઈ હોવાથી તેણે ત્રણ ફિલ્મ ખોઈ હતી. પ્રિયંકાની હાલમાં ‘સિટાડેલ’ ઍમેઝૉન પ્રાઇમ પર વીકલી એપિસોડ દ્વારા રિલીઝ થઈ રહી છે. તે હાલમાં આ શોને પ્રમોટ કરી રહી છે અને એ માટે તે ‘હાવર્ડ સ્ટર્ન શો’માં ગઈ હતી. આ દરમ્યાન તેણે તેની બૉલીવુડના કરીઅર વિશે વાત કરી હતી. તેની નાકની સર્જરી વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘આ થયું હતું અને મારો ચહેરો એકદમ અલગ દેખાઈ રહ્યો હતો. આથી હું ખૂબ જ ડિપ્રેશનમાં જતી રહી હતી.’
સર્જ્યને ખોટી સર્જરી કરી હોવાથી તેના નાકમાં પ્રૉબ્લેમ આવ્યો હતો. તે ઘરની બહાર પણ નહોતી નીકળી શકતી. તેના પિતાએ તેને પ્રોત્સાહન આપ્યું હતું અને તેને ફરી સારા ડૉક્ટર પાસે સર્જરી કરાવવા માટે કહ્યું હતું. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારા પિતાએ મારો હાથ નહોતો છોડ્યો અને મારો કૉન્ફિડન્સ તેમણે બનાવી રાખ્યો હતો.’