કરીનાની ‘ક્રૂ’થી ઑબ્સેસ્ડ છે પ્રિયંકા

01 March, 2024 05:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર પ્રિયંકાને ખૂબ જ પસંદ પડ્યું છે. પ્રિયંકા જ નહીં, પરંતુ ઘણી સેલિબ્રિટીઝને એ ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

ક્રૂ ફિલ્મના ટિઝરનું પોસ્ટર

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં કરીના કપૂર ખાનની ‘ક્રૂ’થી ખૂબ જ ઑબ્સેસ થઈ છે. આ ફિલ્મને રિયા કપૂર અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ અને રાજેશ ક્રિષ્નન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં કરીનાની સાથે તબુ અને ક્રિતી સૅનને પણ કામ કર્યું છે. આ ફિલ્મનું ટ્રેલર શૅર કરતાં કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી કે ‘કુર્સી કી પેટી બાંધ લે, ક્યૂં કિ યહાં કા તાપમાન આપકે લિએ બહોત ગરમ હોનેવાલા હૈ.’ કરીનાના આ ટ્રેલરને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ઑબ્સેસ્ડ. ૨૯ માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર પ્રિયંકાને ખૂબ જ પસંદ પડ્યું છે. પ્રિયંકા જ નહીં, પરંતુ ઘણી સેલિબ્રિટીઝને એ ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

kareena kapoor tabu priyanka chopra kriti sanon entertainment news bollywood buzz bollywood news bollywood