22 January, 2025 09:11 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ ગઈ કાલે તેલંગણના ચિલકુર બાલાજી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું અને પોતાની આ ટેમ્પલયાત્રાની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ તસવીરો સાથે પ્રિયંકાએ લખ્યું હતું કે શ્રી બાલાજીના આશીર્વાદ સાથે નવું પ્રકરણ શરૂ થાય છે.
પ્રિયંકાએ કયા નવા પ્રકરણનો ઉલ્લેખ કર્યો છે એની સ્પષ્ટતા નથી કરી, પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે તે ‘બાહુબલી’ અને ‘RRR’વાળા એસ. એસ. રાજામૌલીની મહેશ બાબુ સાથેની તેલુગુ ફિલ્મમાં કામ કરવાની છે. કદાચ તે આ ફિલ્મની જાહેરાત માટે જ હૈદરાબાદ આવી છે. પ્રિયંકા મહાકુંભમાં પણ જશે એવી ચર્ચા છે.