પિતાની પુણ્યતિથિ પર પ્રિયંકા ચોપરાએ રાખી પૂજા, જુઓ લહેંગામાં માલતીનો ક્યુટ લૂક

11 June, 2023 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકા (Priyanka Chopra)દરેક પ્રસંગોપાત પૂજાનું આયોજન કરતી રહેતી હોય છે. તે ઘણીવાર પોતાના ઘરે પૂજા કરતા જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના પિતાની પુણ્યતિથિ પર તેના ઘરે ફરીથી એક વિશેષ પૂજાનું આયોજન કર્યું.

પ્રિયંકા તેની દીકરી માલતી સાથે (ફાઈલ ફોટો)

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)બોલિવૂડની સાથે સાથે હોલીવુડ પર પણ રાજ કરે છે. હાલમાં તે ઈન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. આ દરમિયાન તે ભારતીય પરંપરા માટે સમય કાઢવાનું ભૂલતી નથી. પ્રિયંકા (Priyanka Chopra)દરેક પ્રસંગોપાત પૂજાનું આયોજન કરતી રહેતી હોય છે. તે ઘણીવાર પોતાના ઘરે પૂજા કરતા જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના પિતાની પુણ્યતિથિ પર તેના ઘરે ફરીથી એક વિશેષ પૂજાનું આયોજન કર્યું. આ દરમિયાન, તેણે પ્રથમ વખત તેની પુત્રી માલતી મેરી ચોપરાને ટ્રેડિશનલ વસ્ત્રો પહેરાવ્યા. 

માલતી પર્પલ લહેંગામાં 
પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ આ ખાસ અવસર પર માલતી મેરી ચોપરા(Malati Marry Chopra)ની ક્યૂટ તસવીરો શેર કરી છે. જેમાં તે પર્પલ લહેંગામાં જોવા મળી રહી છે. આ સાથે માલતીની ક્યૂટ અને તોફાની સ્ટાઇલે ચાહકોને તેના દિવાના બનાવી દીધા હતા.અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર માલતીની બે તસવીર શેર કરી હતી. પ્રથમ તસવીર સાથે તેણીએ લખ્યું કે `કોઈ તેના ખૂબસૂરત લહેંગામાં તેના પેટને શોધી રહ્યું છે.` પ્રિયંકાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરવામાં આવેલી પ્રથમ તસવીરમાં માલતી તેના પેટ પર હાથ રાખીને તેની તરફ જોઈ રહી છે. માલતીએ સ્ટ્રેપ ટોપ પહેર્યું છે અને એમાં તેના લૂકને વધારે આકર્ષક બનાવે છે તેણીનો નાનકડો દુપટ્ટો. 

માલતી ફૂલો સાથે મસ્તી કરતી જોવા મળી 
પ્રિયંકા(Priyanka Chopra)ની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરવામાં આવેલી અન્ય એક તસવીરમાં માલતી મેરી ચોપરા તેના દાદા માટે યોજાયેલી ખાસ પૂજા પછી ફૂલો સાથે રમતી દેખાય છે.  આ બંને તસવીરમાં માલતી ભારતીય આઉટફિટમાં જોવા મળી છે. લહેંગામાં નાનકડી માલતી ખુબ જ ક્યુટ લાગે છે.

માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો
પ્રિયંકા અને નિકની પ્રિય માલતીનો જન્મ 2022માં સરોગસી દ્વારા થયો હતો. આ પછી નિક અને પ્રિયંકાએ એક નિવેદન જારી કરીને તેમના પહેલા બાળકની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ પ્રિયંકા તેની પુત્રીને પહેલીવાર ભારત લાવી હતી. આ દરમિયાન તેમણે તેમની પુત્રીને સિદ્ધિવિનાયકના દર્શન પણ કરાવ્યા હતા. આ કપલ તેમની પુત્રી માલતી સાથે મહત્તમ સમય વિતાવે છે.

અભિનેત્રી પ્રિયંકા(Priyanka Chopra)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની વેબ સિરીઝ સિટાડેલ ધૂમ મચાવી રહી છે. સિટાડેલના પ્રમોશન માટે પ્રિયંકા ભારત પણ આવી હતી. તેમજ થોડા સમય પહેલા તેની ફિલ્મ લવ અગેન પણ રિલીઝ થઈ ચૂકી છે. 

priyanka chopra bollywood news new york entertainment news