20 June, 2019 12:29 PM IST | મુંબઈ
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસ લાંબા સમયથી બૉલીવુડથી દૂર છે અને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને સારી રીતે મેનેજ કરી રહી છે. પરંતુ તે જલ્દી બૉલીવુડમાં કમબેક કરશે પોતાની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્ક દ્વારા. પ્રિયંકાના ફૅન્સ માટે ખુશખબરી છે કે એની આ ફિલ્મનો લૂક સામે આવ્યો છે.
ખરેખર પ્રિયંકા ચોપડા જોનસની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કનો લૂક લીક થઈ ગયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ લૂક એની આ ફિલ્મનો છે પરંતુ મેકર્સ તરફથી એને લઈને કોઈ અધિક જાણકારી નથી. આ લૂકમાં પ્રિયંકા કઈ વિચાર કરતી નજર આવી રહી છે. બેકગ્રાઉન્ડને બ્લેક રાખવામાં આવ્યો છે. પ્રિયંકાની આ તસવીરમાં સેમી ફૉર્મલ ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે.
The Sky is Pinkમાં પ્રિયંકા ચોપડા જોનસ, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં છે. શોનાલી બોસના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ પલ્મનરી ફાઈબરોસિસથી પીડિત એક મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. ફિલ્મ 11 ઑક્ટોબરે સિનેમાઘરોમાં દસ્તક આપશે. પ્રિયંકા જ્યારે બૉલીવુડથી દૂર હતી ત્યારે તે હૉલીવુડ ફિલ્મોને લઈને વ્યસ્ત હતી. એમણે અમેરિકાન ટેલિવિઝન થ્રિલર સીરીઝ ક્વાન્ટિકો અને બેવૉચથી હોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
છેલ્લા કેટલાક સમથી પ્રિયંકા ચોપડા ફિલ્મ ભારતને લઈને સતત ચર્ચામાં રહી હતી કારણકે એમણે આ ફિલ્મ શરૂઆતમાં જ છોડી દીધી હતી જેના બાદ કેટરિના કૈફને પ્રિયંકાના જગ્યે લેવામાં આવી હતી. બાદ સતત એને લઈને સમાચાર આવતા હતી કે પ્રિયંકાએ લગ્નના લીધે ફિલ્મ છોડી છે અને સલમાન એનાથી નારાજ છે. હાલમાં જ પ્રિયંકા ચોપડાએ ફરીથી કંઈક એવું જ કર્યું હતું જેમાં એકવાર ફરીથી આ બાબતને લઈને વાત થવા લાગી હતી. પ્રિયંકાએ પોતાની અપકમિંગ ફિલ્મ The sky is pink ની રેપ પાર્ટીમાં સલમાનની ફિલ્મ ભારત છોડવાનું કારણ પણ બતાવ્યું.
આ પણ વાંચો : બાળપણમાં આવી ઢિંગલી લાગતી હતી સારા અલી ખાન, જુઓ વીડિયો
તે મહત્વનું છે પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં હૉલીવુડ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્ય હતા. જોધપુરના ઉમેદ ભવનમાં આયોજિત કરવામાં આવી હતી. બાદ પ્રિયંકાએ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન પણ કર્યું હતું. લગ્ન બાદ પ્રિયંકા સોશિયલ મીડિયા પર અને વધારે એક્ટિવ થઈ ગઈ છે અને સતત પોતાના ફૅન્સ માટે પોસ્ટ શૅર કરતી રહે છે.