રિજેક્શનની પીડા વ્યક્ત કરી પ્રિયંકાએ

28 April, 2024 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈની ગર્લફ્રેન્ડને ફિલ્મમાં રોલ મળતાં મને રિજેક્ટ કરવામાં આવી હતી

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસને બૉલીવુડમાં અનેક વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આજે તે ભલે ગ્લોબલ સ્ટાર હોય, પરંતુ તેનો સંઘર્ષ એટલો સહેલો નહોતો. પ્રિયંકાનું કહેવું છે કે વિવિધ કારણોસર તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એક વખત તો કોઈની ગર્લફ્રેન્ડને ફિલ્મમાં રોલ મળ્યો હોવાથી તેને રિજેક્ટ કરવામાં આવી હતી. પ્રિયંકા હૉલીવુડમાં ઍક્ટિવ છે. તે ઉમદા ઍક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે. તાજેતરમાં જ રિજેક્શનને યાદ કરતાં પ્રિયંકા કહે છે, ‘એ ખરેખર અઘરું છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારું કામ પ્રમાણ પર આધારિત હોય. તમારી ફિલ્મ જોવા કેટલા લોકો જાય છે અથવા તો ડિરેક્ટર તમારા પર્ફોર્મન્સ વિશે શું વિચારે છે કાં તો પછી કાસ્ટિંગ એજન્ટ શું વિચારે છે. એ બધું સબ્જે​ક્ટિવ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મેં વિવિધ કારણોસર રિજેક્શનનો સામનો કર્યો છે. કાં તો હું રોલ માટે યોગ્ય નહોતી અથવા તો પક્ષપાત થયો કાં તો પછી કોઈની ગર્લફ્રેન્ડને એ રોલ મળી જતાં મારા હાથમાંથી ફિલ્મ જતી રહી હતી. એવાં તો અનેક કારણો હતાં. હું આત્મવિશ્વાસથી ભરેલી છું. હું તેના કરતાં વધારે સારી છું. એ બધું નથી સ્વીકારવામાં આવતું. તમારે રિજેક્શન માટે પોતાને તૈયાર રાખવું પડે છે.’

bollywood news bollywood gossips bollywood entertainment news priyanka chopra