30 July, 2022 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકબીજાની આગળ નતમસ્તક થયા
પ્રિયંકા ચોપડા જોનસ, દિલજિત દોસંજ અને સોશ્યલ મીડિયા પર્સનાલિટી લીલી સિંહે અમેરિકામાં મુલાકાત કરીને ધમાલ મચાવી હતી. દિલજિત યુએસમાં તેની મ્યુઝિકલ ટૂર માટે પહોંચ્યો છે. આ ત્રણેયે મસ્તીભર્યા અંદાજમાં ફોટો ક્લિક કર્યા હતા. એ ફોટોમાં તેઓ એકબીજાને હાથ જોડીને ઝૂકી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘જે રીતે ઘરનું ભોજન દિલ ખુશ કરે છે એવી રીતે કેટલીક બાબતો પણ હોય છે જે તમને ઉમળકો આપે છે. એ પણ ત્યારે જ્યારે તમારા લોકો તમારા શહેરમાં જ હોય. તમારી ખુશીમાં વધારો થઈ જાય છે. દિલજિત દોસંજને ફનથી ભરેલી નાઇટમાં જોવાનો જે આનંદ આવ્યો એની ખૂબ જરૂર પણ હતી. તે દર્શકોને પોતાની આંગળીના ઇશારે નચાવે છે. અમે કોઈ પણ એક ક્ષણ માટે પણ બેઠા નહીં. તું સુપરસ્ટાર છે. દિલજિત દોસંજના વર્તમાન શોની ટિકિટ તમે લોકો પણ ખરીદો એવી હું સલાહ આપીશ. સાથે જ તેમની ટીમ પણ પ્રશંસાને પાત્ર છે કે જે તમને કમ્ફર્ટેબલ કરે છે અને મારા ફ્રેન્ડ્સ તમે પણ અદ્ભુત છો. હંમેશાં નાઇટ આઉટ માટે સારો આઇડિયા આપવા માટે લીલી, તારો આભાર. ભરપૂર પ્રેમ. તા.ક. એકબીજાને રિસ્પેક્ટ આપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. હું એકદમ નીચે ઝૂકી જઈશ.’