ભાઈના લગ્નનાં ફંક્શન્સ માટે મુંબઈ આવી છે પ્રિયંકા ચોપડા

25 August, 2024 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર પિન્ક સાડીવાળા પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે એ ભાઈના એકાદ ફંક્શનના જ છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપડાના લગ્નપ્રસંગો માટે મુંબઈ આવી છે. પ્રિયંકાએ પોતે સોશ્યલ મીડિયા પર આના વિશે કંઈ નથી લખ્યું, પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર પિન્ક સાડીવાળા પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે એ ભાઈના એકાદ ફંક્શનના જ છે.

સોશ્યલ મીડિયા પર તેના બીજા કેટલાક ફોટો પણ આવ્યા છે જેમાં તે ઑરેન્જ કલરના કુર્તા સેટમાં છે અને નવયુગલ તેને પગે પડતું દેખાય છે. સિદ્ધાર્થની લાઇફ-પાર્ટનરનું નામ નીલમ ઉપાધ્યાય છે.

priyanka chopra bollywood news bollywood gossips bollywood entertainment news