29 January, 2023 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા અને નિક
પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસે એકસરખું ટૅટૂ બનાવ્યું છે. બન્નેએ ચેક-બૉક્સનું ટૅટૂ ચિતરાવ્યું છે. નિકે આ ટૅટૂ પોતાના હાથ પર તો પ્રિયંકાએ આ ટૅટૂ પોતાના કાનની પાછળ ચિતરાવ્યું છે.
પ્રિયંકાએ તેના પિતાના હૅન્ડરાઇટિંગ, વર્લ્ડનો નકશો અને તેના પેટ ડૉગીના પંજાની પ્રિન્ટનાં ટૅટૂ બનાવ્યાં છે. પ્રિયંકાએ બનાવેલા વર્લ્ડના નકશાના ટૅટૂની ખાસ વાત એ છે કે જો તે હાથ નીચે કરે તો ભારતનો નકશો તેના દિલની પાસે આવે છે.
હસબન્ડ નિક સાથે મૅચિંગ ટૅટૂની વિશેષતા જણાવતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારા કાનની પાછળ ચેક-બૉક્સનું ટૅટૂ છે. મારા હસબન્ડે એ ટૅટૂ તેના હાથ પર બનાવ્યું છે. તેણે જ્યારે મને
પ્રપોઝ કર્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેણે તેનાં બધાં બૉક્સ ચેક કરી લીધાં છે, પરંતુ શું હું વધુ એક બૉક્સ ચેક કરીશ?’
પ્રિયંકા અને નિકે ૨૦૧૮માં રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. તેમને માલતી મૅરી ચોપડા જોનસ નામની એક વર્ષની દીકરી છે. નિકની પ્રશંસા કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘મારો હસબન્ડ અતિશય વિચારશીલ છે. તે જ્યારે આસપાસ હોય ત્યારે એમ લાગે છે કે બધું જ વ્યવસ્થિત છે. તેણે મને બધી વસ્તુઓને શાંતિથી અપનાવતાં શીખવાડ્યું છે. હું એક તોફાન હતી, હજી પણ છું. હું તેજ અને ચંચળ છું, પરંતુ તે એવો નથી.’