લૉસ ઍન્જલસનું મૅન્શન પ્રિયંકાએ કેમ ખાલી કર્યું?

02 February, 2024 06:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાનદાર મકાન ખાલી કર્યું હોવાનું જાણવા મળતાં સોશ્યલ મીડિયામાં લોકો એવી અટકળો લગાવવા માંડ્યા છે કે આ પાવર કપલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે એથી તેમણે આ મકાન છોડી દીધું છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસ અને તેના હસબન્ડ નિક જોનસે લૉસ ઍન્જલસનું તેમનું આલીશાન મૅન્શન ખાલી કર્યું હોવાની ચર્ચા છે. એની કિંમત લગભગ ૧૪૦ કરોડ આંકવામાં આવી છે. શાનદાર મકાન ખાલી કર્યું હોવાનું જાણવા મળતાં સોશ્યલ મીડિયામાં લોકો એવી અટકળો લગાવવા માંડ્યા છે કે આ પાવર કપલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે એથી તેમણે આ મકાન છોડી દીધું છે. જોકે આ તો માત્ર લોકોએ અંદાજ લગાવ્યો છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ છે. આ મકાનની વાત કરીએ તો એમાં સાત બેડરૂમ, નવ બાથરૂમ, કિચન, હોમ થિયેટર, સ્પા અને એવી ઘણી બધી આલીશાન સુવિધા છે. ૨૦૧૯માં તેમણે આ મકાન ખરીદ્યું હતું. તેમને હવે આ ડ્રીમ હોમમાં રહેવાનું ભારે પડી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે એ મૅન્શનમાં પાણી સંબંધિત તકલીફ ઊભી થઈ છે એને કારણે ઘરમાં ફંગસ ફેલાઈ રહી છે એટલે મકાનમાં રહી શકાય એવી સ્થિતિ નથી. એટલું જ નહીં આ બન્નેએ તો વેચનાર વ્યક્તિ પર કેસ માંડ્યો છે. કેસમાં નોંધવામાં આવ્યું છે કે તેમણે જ્યારે આ મૅન્શન ખરીદ્યું ત્યારથી જ પૂલ અને સ્પામાં તકલીફ શરૂ થઈ ગઈ હતી. એવી ઘણી સમસ્યા સર્જાતાં રિપેરિંગના ખર્ચપેટે તેમણે ૧૩થી ૨૦ કરોડ રૂપિયા માગ્યા છે.

પ્રિયંકા તરફથી વહેલી તકે ડ્રેસ મળે એની રાહ જુએ છે મનારા

‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાં મનારા ચોપડા સેકન્ડ રનર-અપ રહી હતી. તે પ્રિયંકા ચોપડા જોનસની કઝિન છે. મનારાએ જણાવ્યું કે તાજેતરમાં મેં પ્રિયંકા અને તેના હસબન્ડ નિક જોનસ સાથે બે કલાક વાત કરી હતી. પ્રિયંકાએ બધા એપિસોડ જોયા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. તેમની સાથે શું વાત થઈ એ વિશે મનારાએ કહ્યું કે ‘પ્રિયંકાએ જણાવ્યું કે મને બધી બાજુએ તારા ટૅગ્સ આવે છે. મને તારી આખી જર્નીની જાણ છે. તેણે જણાવ્યું કે મને એ વાતનો ગર્વ છે કે તું ફૅમિલીના નામે ગેમ નથી રમી. તેણે એમ કહ્યું કે મારા વિશે વાત કરો. હા દીદી, મને પરિવાર વિશે ચર્ચા કરવામાં અજીબ લાગતું હતું. બાદમાં તેણે પૂછ્યું કે ‘અબ તેરે કો ગિફ્ટ ક્યા ચાહિયે? હમ તુઝે કૅશ ભેજ રહે હૈં.’ તો મેં કહ્યું કે મને ડ્રેસ જોઈએ છે. તો તેણે કહ્યું કે ‘પ્રૉમિસ, અમે તને કપડાં મોકલીશું. હું હવે રાહ જોઈ રહી છું કે ક્યારે કપડાં આવે અને એને પહેરીને હું રૉક કરું.’

entertainment news bollywood news bollywood buzz bollywood priyanka chopra Nick Jonas