07 January, 2022 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેમ ચોપરા અને તેમની પત્ની
પ્રેમ ચોપડા અને તેમની વાઇફ ઉમા ચોપડાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાની માહિતી રોહિત રૉયે આપી છે. પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણાનાં લગ્ન શર્મન જોશી સાથે થયાં છે. સોમવારે પ્રેમ ચોપડા અને તેમની વાઇફ કોરોના પૉઝિટિવ થતાં તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મંગળવારે તેમની તબિયતમાં સુધાર આવતાં તેમને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો. તેમના સ્વાસ્થ્યની માહિતી આપતાં રોહિત રૉયે કહ્યું કે ‘તેમના પર દવાની સારી અસર થઈ રહી છે. તેઓ ઘરે સારી રીતે રિકવર કરી શકે છે એવી ખાતરી ડૉક્ટરને થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. વધારે ચિંતા કરવાની જરૂર નથી.’