અમે સલામત છીએ, પણ દિલ તૂટી ગયું છે

13 January, 2025 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિ ઝિન્ટાએ લૉસ ઍન્જલસના વાઇલ્ડફાયર પછી સોશ્યલ મીડિયા પર ઇમોશનલ નોટ શૅર કરી

પ્રીતિ ઝિન્ટા

બૉલીવુડ-ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા હાલમાં તેના પતિ, ટ્‍વિન્સ બાળકો અને સાસુ-સસરા સાથે લૉસ ઍન્જલસમાં રહે છે. હાલમાં લૉસ ઍન્જલસ ખાતે ભારે આગ ફાટી નીકળી હોવાના સમાચારને કારણે પ્રીતિના ચાહકો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. ૭ જાન્યુઆરીએ ફાટી નીકળેલી આગ હજી સુધી સંપૂર્ણ કાબૂમાં નથી આવી અને એનો સમાવેશ હવે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોંઘી પડેલી કુદરતી આપદાઓની યાદીમાં થઈ ગયો છે.

પોતાના ચાહકોની ચિંતા ઓછી કરવા માટે આખરે પ્રીતિએ સોશ્યલ મીડિયા પર ઇમોશનલ નોટ લખીને કહ્યું છે કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એવો દિવસ જોવો પડશે જ્યારે લૉસ ઍન્જલસમાં આગ અમારી આસપાસના વિસ્તારોને ભરખી જશે. મોટા ભાગના મિત્રો અને પરિવારજનોએ સ્થળાંતર કરી દીધાં છે અથવા તો તેઓ હાઈ અલર્ટ પર છે. આકાશમાંથી બરફની જેમ રાખ વરસી રહી છે. અમારી આસપાસ ડર અને અનિશ્ચિતતાનો માહોલ છે. અમે ભગવાનના આભારી છીએ કે અત્યારે અમે સલામત છીએ, પણ આસપાસ ડરનું વાતાવરણ જોઈને દિલ તૂટી ગયું છે. આ કટોકટીની પરિસ્થિતિમાં હું એવા લોકો માટે પ્રાર્થના કરું છું જેમણે આ આગમાં પોતાની તમામ ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે. આશા છે કે પવન ઓછો થશે એને કારણે આગ આગળ ફેલાતી અટકશે. આ પરિસ્થિતિ નિયંત્રણમાં રહે એ માટે ફાયર ડિપાર્ટમેન્ટ તેમ જ ફાયર ફાઇટર્સના પ્રયાસોનો આભાર માનું છું. સૌ સલામત રહો.’

priety zinta bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news