પ્રીતિ ઝિન્ટા બની બે બાળકોની મમ્મી

19 November, 2021 03:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિ ઝિન્ટા પણ હવે બે બાળકોની મમ્મી બની ગઈ છે.

પ્રીતિ ઝિન્ટા પતિ સાથે

પ્રીતિ ઝિન્ટા પણ હવે બે બાળકોની મમ્મી બની ગઈ છે. તેણે લૉસ ઍન્જલસના બિઝનેસમૅન જીન ગુડઇનફ સાથે ૨૦૧૬ની ૨૯ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. પ્રીતિ અને જીને સરોગસી દ્વારા પેરન્ટ્સ બનવાનું નક્કી કર્યું હતું. તેમણે બાળકોનાં નામ જય અને જિયા રાખ્યાં છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર પ્રીતિએ લખ્યું હતું કે ‘હેલો, 
હું તમારી દરેક સાથે આજે એક અદ્ભુત ન્યુઝ શૅર કરવા માગું છું. જીન અને હું ખૂબ જ ખુશ છીએ અને પોતાને ખૂબ જ નસીબદાર માનીએ છીએ, કારણ કે અમે અમારી ફૅમિલીમાં ટ્વિન્સ જય ઝિન્ટા ગુડઇનફ અને જિયા ઝિન્ટા ગુડઇનફનું સ્વાગત કરીએ છીએ. અમે અમારી લાઇફના આ નવા ફેઝ માટે ખૂબ જ ઉત્સાહી છીએ. ડૉક્ટર્સ, નર્સિસ અને અમારી સરોગેટનો અમે અમારી આ મુસાફરી માટે ખૂબ જ આભાર માનીએ છીએ.’

preity zinta bollywood news