midday

ક્રિશ 4માં હૃતિક સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી?

02 April, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાકેશ રોશન અને આદિત્ય ચોપડા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે
હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી

હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી

‘ક્રિશ 4’ વિશે આખરે સત્તાવાર જાહેરાત થઈ છે. વર્ષો સુધી અટકી રહેલી આ સુપરહીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવાનું છે અને એ ૨૦૨૬માં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ વખતે હૃતિક રોશન માત્ર ઍક્ટર તરીકે નહીં, ડિરેક્ટર તરીકે પણ જોવા મળશે. ‘ક્રિશ’ સિરીઝની સંપૂર્ણ જવાબદારી હવે હૃતિક રોશન સંભાળશે અને આ ફિલ્મથી તે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાનો છે.

રાકેશ રોશન અને આદિત્ય ચોપડા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે. ‘ક્રિશ 3’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી અને લગભગ ૧૨ વર્ષ પછી આ સુપરહીરો સિરીઝનો નવો ભાગ આવી રહ્યો છે. હવે મળતી માહિતી પ્રમાણે ‘ક્રિશ 4’માં હૃતિક સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી જોવા મળે એવી ચર્ચા છે. હજી ‘ક્રિશ 4’ની કાસ્ટની સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી થઈ, પણ IMDb વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં નોરા ફતેહી જોવા મળશે તેમ જ પ્રીતિ ઝિન્ટા નિશાના પાત્રમાં કમબૅક કરશે. અહીં આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ટાઇમ ટ્રાવેલનો વાર્તાનો પ્લૉટ હશે. જોકે આ વેબસાઇટ લોકો દ્વારા એડિટ થઈ શકે એવી હોવાને કારણે આ માહિતી કેટલા અંશે સાચી છે એ કહી ન શકાય.

hrithik roshan priety zinta nora fatehi krrish bollywood bollywood news bollywood buzz entertainment news upcoming movie