12 February, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિક ગાંધી , અક્ષય કુમાર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષે ઈદ દરમ્યાન એપ્રિલમાં રિલીઝ થવાની છે. તો અજય દેવગનની ‘મૈદાન’ પણ ઈદમાં રિલીઝ થવાની છે. હવે એવું સાંભળવા મળ્યું છે કે પ્રતીક ગાંધીની ‘ફુલે’ પણ એ જ સમયે રિલીઝ થાય એવી શક્યતા છે. મહાત્મા જ્યોતિરાવ ફુલેના જીવન પર આ ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે પત્રલેખા પણ જોવા મળશે. એ પહેલાં દિવ્યેન્દુ શર્મા સાથે પ્રતીકની ‘મડગાંવ એક્સપ્રેસ’ બાવીસ માર્ચે રિલીઝ થવાની છે. ત્યાર બાદ વિદ્યા બાલન અને ઇલિયાના ડિક્રુઝ સાથેની તેની ‘દો ઔર દો પ્યાર’ ૨૯ માર્ચે રિલીઝ થવાની છે. એથી એમ કહી શકાય કે એકવીસ દિવસની અંદર પ્રતીકની ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. ‘ફુલે’ના ડિરેક્ટર અનંત મહાદેવનની ઇચ્છા છે કે ૧૧ એપ્રિલે જ્યોતિરાવ ફુલેની બર્થ-ઍનિવર્સરી છે એથી એ દિવસે તેમની બાયોપિક રિલીઝ કરવામાં આવે. ‘ફુલે’ સાથે તેની ટક્કર અક્ષયકુમાર અને અજય દેવગનની સાથે થવાની છે. અક્ષયકુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ ઍક્શનથી ભરપૂર ફિલ્મ છે. તો અજય દેવગનની ‘મૈદાન’ ઇન્ડિયન ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. હવે એ જોવું રહ્યું કે ત્રણેય ફિલ્મોમાંથી કોઈની રિલીઝની તારીખ બદલવામાં આવે છે કે નહીં.