ટાઇમિંગ ચૂક્યા તો પાવરફુલ પંચલાઇન પણ નિષ્ફળ રહે છે

31 March, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીક કહે છે, ‘કોઈ પણ આર્ટિસ્ટ માટે કૉમેડી સૌથી મુશ્કેલ પ્રકાર છે

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીનું કહેવું છે કે ફિલ્મોમાં કૉમેડી કરવી ખૂબ મુશ્કેલ છે. તેને ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મેહતા સ્ટોરી’થી ખૂબ લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું છે. તેની ‘મડગાંવ એક્સપ્રેસ’ હાલમાં રિલીઝ થઈ છે. આ એક કૉમેડી ફિલ્મ હતી. એ વિશે વધુ જણાવતાં પ્રતીક કહે છે, ‘કોઈ પણ આર્ટિસ્ટ માટે કૉમેડી સૌથી મુશ્કેલ પ્રકાર છે. ટાઇમિંગ અને પંચલાઇનને લઈને ઍક્ટરે ખૂબ ધ્યાન રાખવું પડે છે. ઍક્ટરને મિલી-સેકન્ડનો ટાઇમ મળે છે. જો તમે એ ટાઇમિંગ ચૂક્યા તો ગમે એટલી પાવરફુલ પંચલાઇન કેમ ન હોય, એ દર્શકોને હસાવી નહીં શકે. મને લાગે છે કે દૃશ્યમાં જ્યારે દરેક વ્યક્તિ હસી રહી હોય ત્યારે ઍક્ટર માટે એ ખૂબ મુશ્કેલ સમય હોય છે. એક પછી એક જોક્સ ઍડ થઈ રહ્યા હોય છે અને એક ઍક્ટરે અન્ય કો-ઍક્ટરની એનર્જીને આગળ વધારવાની હોય છે. બે ઍક્ટરે સારી પંચલાઇન આપી, પરંતુ ત્રીજો ઍક્ટર એ ચૂકી ગયો તો દૃશ્ય કૉમેડી નહીં બને.’

bollywood buzz bollywood news Pratik Gandhi entertainment news