‘સાલાર’નું પાત્ર અમિતાભ બચ્ચન પરથી પ્રેરિત થયું હતું : પ્રશાંત નીલ

01 January, 2024 05:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સાલાર’માં પ્રભાસ ઍન્ગ્રી યંગ મૅન તરીકે જોવા મળ્યો હતો અને એ નામ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યું હતું.

પ્રશાંત નીલ

પ્રશાંત નીલનું કહેવું છે કે પ્રભાસનું ‘સાલાર : પાર્ટ 1 - સીઝફાયર’નું પાત્ર અમિતાભ બચ્ચન પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું હતું. ‘સાલાર’માં પ્રભાસ ઍન્ગ્રી યંગ મૅન તરીકે જોવા મળ્યો હતો અને એ નામ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યું હતું. આ ફિલ્મને શાહરુખ ખાનની ‘ડંકી’ સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ખૂબ જ હિંસા છે અને એમાં પૃથ્વીરાજ સુકુમારને પણ કામ કર્યું છે. આ વિશે પૂછતાં પ્રશાંત નીલે કહ્યું કે ‘મેં એ સમયની ફિલ્મોમાંથી પ્રેરણા લીધી હતી, પરંતુ એમ છતાં મેં મારા હીરોને એ રીતે લખ્યો હતો કે એ સૌથી મોટો વિલન લાગે. હું હંમેશાં એ નિયમને ફૉલો કરું છું અને ત્યાર બાદ લખવાનું શરૂ કરું છું. મારી ‘KGF’ અને ‘સાલાર’ના બન્ને પાત્રમાં એ સામ્ય છે અને તેઓ સૌથી મોટા વિલન લાગે છે.’

entertainment news bollywood news bollywood buzz Salaar prabhas amitabh bachchan