Prakash Raj: `તમારી સ્થિતિ જોઈને દુઃખ થયું..` ચંદ્રયાન 3નો મજાક ઉડાડતા થયા ટ્રોલ

21 August, 2023 09:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ટ્વીટને લઈને એક્ટર ફસાઈ ગયા છે અને તેમને ટીકાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હકીકતે, અભિનેતાને ચંદ્રયાન 3નો મજાક ઉડાડવો ભારે પડ્યો છે.

પ્રકાશ રાજ (ફાઈલ તસવીર)

આ ટ્વીટને લઈને એક્ટર ફસાઈ ગયા છે અને તેમને ટીકાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હકીકતે, અભિનેતાને ચંદ્રયાન 3નો મજાક ઉડાડવો ભારે પડ્યો છે.

પ્રકાશ રાજ હિન્દી સિનેમાના બેહતરીન અભિનેતાઓમાંના એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને બેબાક નિવેદનો માટે પણ જાણીતા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના પૉપ્યુલર પ્લેટફૉર્મ `એક્સ` પર પ્રકાશ રાજનું એક ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટને લઈને એક્ટર ફસાઈ ગયા છે અને તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતે અભિનેતાને ચંદ્રયાન 3નો મજાક ઉડાડવો ભારે પડી ગયો છે.

પ્રકાશ રાજે શૅર કરી તસવીર
જણાવવાનું કે એક તરફ જ્યાં દેશ આખાના લોકો ચંદ્રયાન 3ને લઈને ગર્વાન્વિત અનુભવી રહ્યા છે ત્યાં કેટલાક લોકો આનું મજાક બનાવે છે. આમાં પ્રકાશ રાજનું નામ સામેલ છે. હકીકતે, પોતાની પોસ્ટમાં પ્રકાશ રાજે લખ્યું છે કે આ જુઓ ચંદ્રયાન-3ની પહેલી ઝલક. આ પોસ્ટ સાથે પ્રકાશ રાજે મૂન મિશનને લઈને મજાકવાળી તસવીર પણ શૅર કરી છે, જેના પછી લોકો પોતાની ભાવનાઓ પર કન્ટ્રોલ નથી કરી શકતા.

શું બોલ્યા ટ્રોલ્સ
એક વ્યક્તિએ પ્રકાશ રાજને અહીં સુધી કહી દીધું છે કે તમે એવું કરીને કોઈ ચોક્કસ પાર્ટીનું નહીં, પણ આખા રાષ્ટ્રનું અપમાન કરી રહ્યા છો. તો બીજા શખ્સે કહ્યું, કોઈ શખ્સને નફરત કરવો અને પોતાના દેશને નફરત કરવી બન્નેમાં જમીન-આસમાનનો ફેર છે. તમારી આ સ્થિતિ જોઈને દુઃખ થયું. તો એક ટ્રોલે કહ્યું, તમે આટલા નીચે પડી ગયા છો.. શરમ આવે છે કે તમે એક દેશવાસી છો... મને ઇસરો પર ગર્વ છે... જય હિંદ.

આ પહેલા પણ આપ્યા વિવાદિત નિવેદન
જણાવવાનું કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે પ્રકાશ રાજે એવું કોઈ વિવાદિત ટ્વીટ કર્યું છે. આ પહેલા પણ એક્ટર અનેક વાર રાજનૈતિક રીતે અને વ્યક્તિગત રીતે પણ નેતા અને અભિનેતાઓને લઈને વિવાદિત નિવેદન આપતા રહે છે, જેને લઈને ઘણીવાર ટ્રોલ્સનો સામનો કરવો પડે છે.

એક્ટર પ્રકાશ રાજનું કહેવું છે કે નફરતને માત્ર નફરત દેખાય છે. મેં આર્મસ્ટ્રૉન્ગ ટાઈમ્સમાં છપાયેલા મજાકનો હવાલો આપી રહ્યો હતો, જે અમારા કેરળના ચાયવાળાનો ઉત્સવ ઉજવી રહ્યો હતો. ટ્રોલ્સે કયા ચાવાળાને જોઈ લીધો?? જો તમને મજા ન સમજાયું હોય તો આ મજાક તમારા પર છે.

જણાવવાનું કે `ચંદ્રયાન-3` સાથે જોડીને એક તસવીર શૅર કરવું એક્ટર પ્રકાશ રાજને ભારે પડી ગયું. આ તસવીરને શૅર કર્યા પછીથી સોશિયલ મીડિયા પર ટ્રોલર તેમને ટ્રોલ કરી રહ્યા છે. 

prakash raj chandrayaan 3 national news bollywood news bollywood bollywood gossips entertainment news