06 June, 2024 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે નરેન્દ્ર મોદીએ હવે પોતાના માણસોથી બચીને રહેવું પડશે. ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ત્રીજી વાર સત્તામાં આવી છે. આ વિશે શુભેચ્છા પાઠવવાની સાથે ચિંતા વ્યક્ત કરતાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘BJP ત્રીજી વાર સરકાર બનાવે તો એ ફક્ત અને ફક્ત નરેન્દ્ર મોદીની પૉલિટિક્સની કુશળતા, ગતિશીલતા અને તેમની ધગશને કારણે એ શક્ય બન્યું છે. આ ટર્મમાં મોદીજીએ તેમના પોતાના માણસોથી ચેતીને રહેવું પડશે. કોઈ તમને સપોર્ટ કરી રહ્યું છે એનો મતલબ એ નથી હોતો કે અંદરખાને તે નુકસાન નહીં પહોંચાડી શકે. નરેન્દ્ર મોદી પૉલિટિક્સના ગ્રૅન્ડ માસ્ટર છે અને મને આશા છે કે તેઓ તેમના નેતાઓની ટીમનું મૂલ્યાંકન કરી એમાં સુધારા કરશે. મોદીજીની હેલ્થ સારી રહે અને તેમની આસપાસ સારા, પ્રામાણિક અને કમિટેડ વ્યક્તિ હોય એવી શુભેચ્છા પાઠવું છું. દરેક વિજેતાઓને શુભેચ્છા. જે પણ હાર્યા તેમણે ખૂબ જ સારી ફાઇટ આપી છે.’