ઘૂંટણની સર્જરી બાદ ઇન્ડિયા આવ્યો પ્રભાસ

09 November, 2023 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસ બ્લૅક શર્ટ, ડેનિમ અને ટોપી સાથે જોવા મળી રહ્યો હતો. તેની સાથે તેની ટીમ પણ હતી. તે હવે તેની ‘સાલાર : પાર્ટ 1- સીઝફાયર’ને પ્રમોટ કરતો જોવા મળશે.

પ્રભાસ

પ્રભાસ હાલમાં હૈદરાબાદ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તે યુરોપમાં તેની ઘૂંટણની સર્જરી કરાવીને પાછો આવ્યો છે. પ્રભાસ બ્લૅક શર્ટ, ડેનિમ અને ટોપી સાથે જોવા મળી રહ્યો હતો. તેની સાથે તેની ટીમ પણ હતી. તે હવે તેની ‘સાલાર : પાર્ટ 1- સીઝફાયર’ને પ્રમોટ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૃથ્વી સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ જોવા મળશે. આ ફિલ્મની ટક્કર શાહરુખ ખાન સાથેની ‘ડંકી’ સાથે ૨૨ ડિસેમ્બરે જોવા મળશે.

prabhas europe bollywood news bollywood gossips bollywood entertainment news