જવાનને માત આપવા માટે હજી થોડી રાહ જોવી પડશે કલ્કિ 2898 ADને

27 July, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ દિવસમાં વર્લ્ડવાઇડ કર્યો ૧૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ

પ્રભાસ

પ્રભાસની ૨૭ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તામિલ અને કન્નડામાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન લીડ રોલમાં છે. ૨૯ દિવસમાં આ ફિલ્મે વિશ્વભરમાં ૧૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ના વર્લ્ડવાઇડ કલેક્શન ૧૧૫૨ કરોડ રૂપિયાને માત આપવા માટે હજી એ ફિલ્મને થોડી રાહ જોવી પડશે. અગાઉ ૨૦૧૬માં રિલીઝ થયેલી આમિર ખાનની ‘દંગલ’એ વર્લ્ડવાઇડ ૨૦૫૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બાદમાં ૨૦૧૭માં આવેલી ‘બાહુબલી 2’એ ૧૮૧૪ કરોડ, ૨૦૨૨માં આવેલી ‘RRR’એ ૧૨૮૮ કરોડ અને ‘KGF : ચૅપ્ટર 2’એ પણ ૧૨૦૮ કરોડ રૂપિયાનો ​વર્લ્ડવાઇડ બિઝનેસ કરી લીધો હતો. 

prabhas bollywood news bollywood gossips bollywood entertainment news