04 May, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિપુરુષ ફિલ્મ
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર (Prabhas and Kriti Sanon)ફિલ્મ `આદિપુરુષ` (Adipurush Trailer)પ્રથમ ટીઝર અને પોસ્ટર બહાર આવ્યા ત્યારથી જ હેડલાઇન્સ બની રહી છે. પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન અભિનીત ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ `આદિપુરુષ`ના ટ્રેલરની રિલીઝ ડેટ આવી ગઈ છે. જ્યારથી તેનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ પહેલા ફિલ્મના ટ્રેલરને લઈને એક નવું અપડેટ આવ્યું છે.
ફિલ્મ `આદિપુરુષ`નું ટ્રેલર 9મી મેના રોજ રિલીઝ થશે. અહેવાલો અનુસાર, પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, ઓમ રાઉત અને ભૂષણ કુમાર 9મી મે 2023ના રોજ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં `આદિપુરુષ`નું ટ્રેલર રિલીઝ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેલર લગભગ 3 મિનિટનું હશે. ટ્રેલર જે દર્શકોને રામાયણની દુનિયા બતાવશે. વધુમાં અહેવાલો એ પણ જણાવે છે કે ટીમ આદિપુરુષે 9 મેના રોજ તેની વિશ્વવ્યાપી રિલીઝ પહેલા 8 મેના રોજ હૈદરાબાદમાં પ્રભાસના ચાહકો માટે ફિલ્મનું ટ્રેલર વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, “હૈદરાબાદમાં ચાહકો માટે 3D સ્ક્રીનિંગ થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: આ શું! શાહરુખ પાસેથી આવા વર્તનની આશા નહોતી ફેન્સને, એરપોર્ટ ઘટનાનો વીડિયો વાયરલ
ફિલ્મની ટીકા
ફિલ્મના ટ્રેલર અને પોસ્ટરે ઓક્ટોબર 2022માં વિવાદ સર્જ્યો હતો, જ્યારે ફિલ્મે તેનું પહેલું ટીઝર રિલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ભારે ટીકા થઈ હતી. સૈફે ભજવેલી લંકેશની ભૂમિકાની ટીકા થઈ હતી. રાઉતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, "અમારી ફિલ્મ માટે પાંચ-છ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હતા. અમે અમારા વિઝ્યુઅલ ઈફેક્ટ સ્ટુડિયોને તેમના કામને સારી બનાવવા માટે તે સમય આપ્યો હતો. પડકારો હંમેશા હોય છે, પરંતુ તે ફક્ત અમારી સિનેમાને વધુ સારું બનાવશે.
ફિલ્મની રિલીઝ ડેટ
પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત `આદિપુરુષ` હવે 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.