Adipurush Trailer: રાવણનો ઘમંડ તોડવા પ્રભાસે ઉપાડ્યું ધનુષ, જુઓ સીતામાતાનું સોમ્ય રૂપ

09 May, 2023 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટર પ્રભાસની મોસ્ટ એવેટેડ ફિલ્મ "આદિપુરુષ"( Adiupurush Trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રામકથા પર આધારિત ડાયરેક્ટર ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ 16 જુનના રોજ સિનેમામાં રિલીઝ થશે. જેનું ધમાકેદાર ટ્રેલર આજે લૉન્ચ થયું છે.

આદિપુરુષ ફિલ્મ

રામ રામ રામ....ના નાદ સાથે આખરે એ ક્ષણ આવી જ ગઈ જેની ફિલ્મ રસિયા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા. બાહુબલી એક્ટર પ્રભાસની મોસ્ટ એવેટેડ ફિલ્મ "આદિપુરુષ"( Adiupurush Trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રામકથા પર આધારિત ડાયરેક્ટર ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ 16 જુનના રોજ સિનેમામાં રિલીઝ થશે. જેનું ધમાકેદાર ટ્રેલર આજે લૉન્ચ થયું છે. ફિલ્મમાં પ્રભાસ(Prabhash)-રામ, ક્રિતી સૅનન (Kriti Sanon)-સીતા, સની સિંહ (Sunny Singh)-લક્ષ્મણ અને સૈફ અલી ખાન (Saif Ali Khan)-રાવણની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. 

`આદિપુરુષ` પેન ઈન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દી સિવાય બીજી અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે. ફિલ્મમાં વત્સલ સેઠ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. હનુમાનજીનો રોલ દેવદત્ત નાગે કરી રહ્યાં છે. પ્રભાસ અને ક્રિતીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પહેલી વાર જોવા મળશે. પડદા પર આ નવી જોડી એક સાથે જોવા મળશે. બંને સાથે સુંદર લાગી રહ્યાં છે, તેથી જ  તેના વચ્ચે અફેર હોવાની પણ અટકળો વહેતી થઈ હતી. જોકે બંને સ્ટાર્સે આ ખબરને ખોટી ગણાવી હતી.

આ પણ વાંચો: વિવાદોથી ઘેરાયેલી ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને UP સરકારે ટૅક્સ-ફ્રી જાહેર કરી

 જ્યારથી `આદિપુરુષ`નું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી ફિલ્મમાં વિવાદમાં સપડાઈ છે. પહેલા ફિલ્મના પોસ્ટર પર હોબાળો થયો તો બીજી વાર એને કૉપી કહેવામાં આવી. એનિમેશન સ્ટુડિયો વાનર સેના સ્ટુડિયોઝે આદિપુરુષની ટિમ પર તેમના કામને ચોરી કરવાનો આક્ષેપ કર્યો હતો. ટિઝર રિલીઝ બાદ VFXની નબળી ગુણવત્તા પર લોકોએ નિંદા કરી હતી. ઈન્ટરનેટ પર અઢળક મીમ્સ વાયરલ થયા હતાં. લોકોની ખરાબ પ્રતિક્રિયા બાદ મેકર્સ VFX પર ફરી કામ કરવા મજબૂર થવું પડ્યું.  

આજ કારણે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી. જાન્યુઆરીમાં રિલીઝ થનારી ફિલ્મ હવે જુનમાં રિલીઝ થશે. 

પ્રભાસની બાહુબલી 2 બાદ કોઈ ફિલ્મ ચાલી નથી. `સાહો` અને `રાધેશ્યામ`ને પણ ધારી સફળતા મળી નહોતી. એવામાં હવે `આદિપુરુષ` ફિલ્મ પ્રભાસ માટે ખુબ જ મહત્વની છે. અભિનેતાની આગામી ફિલ્મો `સાલાર`, `પ્રોજેક્ટ કે` અને `રાજા ડીલક્સ` છે. 

 

 

prabhas ramayan saif ali khan kriti sanon entertainment news bollywood news