Adipurush: રિલીઝ પહેલા ટીમની જાહેરાત, આ ખાસ કારણે થિયેટરમાં મૂકાશે એક સીટ ખાલી

06 June, 2023 07:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિતી સેનન અને પ્રભાસની માઈથોલૉજિકલ ડ્રામા ફિલ્મ આદિપુરુષ (Adipurush) રિલીઝ માટે તૈયાર છે. થોડાક જ દિવસોમાં ફિલ્મ થિએટર્સમાં દસ્તક દેશે. આ દરમિયાન હવે આદિપુરુષની ટીમે એક મોટો નિર્ણય લીધો છે, જે ખૂબ જ રસપ્રદ છે.

આદિપુરુષ (તસવીર સૌજન્ય મિડ-ડે)

ક્રિતી સેનન (Kriti Sanon) અને પ્રભાસની (Prabhas) માઈથોલૉજિકલ ડ્રામા ફિલ્મ આદિપુરુષ (Adipurush) રિલીઝ માટે તૈયાર છે. થોડાક જ દિવસોમાં ફિલ્મ થિએટર્સમાં દસ્તક દેશે. આ દરમિયાન હવે આદિપુરુષની ટીમે એક મોટો નિર્ણય લીધો છે, જે ખૂબ જ રસપ્રદ છે.

ટીમે લીધો કયો નિર્ણય?
આદિપુરુષની (Adipurush) રિલીઝના થોડાક દિવસ પહેલા ફિલ્મની ટીમે આ જાહેરાત કરી છે. ડીએનએના રિપૉર્ટ પ્રમાણે, આદિપુરુષની રિલીઝ બાદ દરેક થિએટરમાં એક સીટ ખાલી રાખવામાં આવશે. આ સીટની ન તો ટિકિટ વેચવામાં આવશે કે ન તો કોઈને બેસવા માટે આપવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
આદિપુરુષની (Adipurush) ટીમે આ નિર્ણય લીધો છે કારણકે તેમને વિશ્વાસ છે કે જ્યાં પણ રામાયણનું પાઠ થાય છે ત્યાં શ્રીરામના સૌથી મોટા ભક્ત હનુમાન (Hanuman) આવે છે. આ કારણે થિયેટર્સમાં એક ખુરશી તેમને માટે ખાલી રાખવામાં આવશે.

આદિપુરુષની ટીમનો વિશ્વાસ
રિપૉર્ટ પ્રમાણે, "ટીમે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું, "જ્યાં પણ રામાયણનો પાઠ કરવામાં આવે છે ત્યાં ભગવાન હનુમાન પ્રગટ થાય છે. આ અમારો વિશ્વાસ છે. આ વિશ્વાસનું સન્માન કરતા, પ્રભાસની રામ-અભિનીત આદિપુરુષ પ્રદર્શિત કરવામાં આવે છે, એક સીટ સ્પેશિયલી હનુમાન માટે વેચ્યા વગર રિઝર્વ રાખવામાં આવશે."

ટીમે જાહેર કર્યું નિવેદન
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું, "રામના સૌથી મોટા ભક્તને સન્માન આપવાનો ઇતિહાસ સાંભળો. રામ. આ મહાન કાર્યની શરૂઆત અમે અજ્ઞાત રીતે કરી છે. અમે બધાને ભગવાન હનુમાનની હાજરીમાં ખૂબ જ ભવ્યતા અને ભવ્યતા સાથે નિર્મિત આદિપુરુષને જોવું જોઈએ."

આ પણ વાંચો : Mumbai: બર્થડે પાર્ટીનું બિલ ભરવાની ના પાડતા ચાર મિત્રોએ કરી યુવકની હત્યા

ઉલ્લેખનીય છે કે પ્રભાસની ‘આદિપુરુષ’ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને એની રિલીઝ અગાઉ ફિલ્મે ૪૩૨ કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં રિલીઝ થશે. જોકે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બજેટનો ૮૫ ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને ૨૪૭ કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ સાઉથમાં આ ફિલ્મ રિલીઝ થવાથી ૧૮૫ કરોડ રૂપિયા નક્કી મળશે એવો અંદાજ લગાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે રિલીઝ પહેલાં જ થોડો ઘણો બિઝનેસ થઈ ગયો છે.

ક્યારે થશે ફિલ્મની રિલીઝ
આદિપુરુષનું (Adipurush) ડિરેક્શન ઓમ રાઉતે કર્યું છે. તો, ટી-સીરિઝના બેનર હેઠળ ફિલ્મનું પ્રૉડક્શન કરવામાં આવ્યું છે. આદિપુરુષ 16 જૂનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આદિપુરુષમાં ક્રિતી સેનન (Kriti Sanon) અને પ્રભાસ (Prabhas) સાથે સૈફ અલી ખાન (Saif Ali Khan), સની સિંહ અને દેવદત નાગે મુખ્ય રોલમાં છે.

kriti sanon prabhas saif ali khan bollywood news bollywood gossips bollywood entertainment news