પ્રભાસ અને દીપિકાની ‘પ્રોજેક્ટ કે’ને બે પાર્ટમાં કરવામાં આવશે રિલીઝ

03 February, 2023 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચને પણ કામ કર્યું છે

પ્રભાસ અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને પ્રભાસની ‘પ્રોજેક્ટ કે’ને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચને પણ કામ કર્યું છે. આ ફિલ્મને ‘બાહુબલી’ સિરીઝની જેમ જ રિલીઝ કરવામાં આવશે. પહેલા પાર્ટમાં સ્ટોરીને બિલ્ડ અપ કરવામાં આવશે. તેમ જ બીજા પાર્ટમાં એની પાછળ શું થયું હતું એ દેખાડવામાં આવશે. ‘બાહુબલી 2’માં જે રીતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો એ દેખાડવામાં આવ્યું હતું એમ જ આ સ્ટોરીને પણ એ જ લેવલની બનાવવામાં આવશે. આ બન્ને ફિલ્મને એક જ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનો પહેલો પાર્ટ શૂટ થઈ ગયો છે અને હવે બીજા પાર્ટનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. બન્ને શૂટિંગ પૂરું થઈ ગયા બાદ જ પહેલા પાર્ટને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનો પહેલો પાર્ટ ૨૦૨૪ની એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. દીપિકાના પાત્રને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવ્યું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood prabhas deepika padukone upcoming movie