06 April, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટનું કહેવું છે કે લાઇફમાં મહિલાઓ માટે ફક્ત પુરુષ જ કોઈ સોલ્યુશન નથી. પૂજા ભટ્ટને ઘણા લોકો લગ્ન માટે કહી રહ્યા છે. પૂજાની લાઇફ ઘણી ઉતારચડાવવાળી રહી છે અને એમાંનું ઘણું જગજાહેર પણ છે. લગ્ન વિશે પૂજા કહે છે, ‘મને ઘણી વાર કહેવામાં આવે છે કે તેં કેમ લગ્ન નથી કર્યાં? તું કેમ સિંગલ છે? તું લાઇફમાં ઘણું સારું કરી રહી છે અને ઍટ્રૅક્ટિવ દેખાય છે તો લગ્ન કેમ નથી કરતી? તેઓ મને ઘણી વાર કોઈને મળાવવા માટે પણ કહે છે. એ સમયે મને લાગે છે કે હું કોઈ એવી વ્યક્તિ નથી જે કોઈના પર ડિપેન્ડન્ટ હોય. જો મને કોઈની જરૂર હોય તો તે મારો લાઇફમાં સાથી હોવો જોઈએ. મને કોઈ સોલ્યુશન નથી જોઈતું. મહિલા માટે પુરુષ કોઈ સોલ્યુશન નથી. અમે બન્ને પોતપોતાના રસ્તે ચાલી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. જો મને કોઈ સાથી મળ્યો તો મારા માટે એ સૌથી મોટી ગિફ્ટ હશે. જો ન મળી તો પણ વાંધો નથી, કારણ કે હું મારી લાઇફને લઈને ખૂબ જ ખુશ છું. મારી ફ્રેન્ડશિપ મારી મિલકત છે. મારા પિતા મારી સાથે છે. મારી પાસે કામ છે. લાઇફ એકદમ સુંદર છે.’