19 March, 2019 06:09 PM IST |
ચાર જુદી જુદી ભાષામાં પોસ્ટર રિલીઝ
વડપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. હવે ફિલ્મ એપ્રિલ મહિનાના પહેલા જ સપ્તાહમાં રિલીઝ થશે. વડાપ્રધાન નરેન્દર્ મોદીના જીવન પર બનેલી ફિલ્મ સૌથી પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પાછળથી રિલીઝ ડેટ બદલીને 12 એપ્રિલ કરી દેવામાં આવી. જો કે ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઈ છે અને હવે ફિલ્મ પહેલા નક્કી થયેલી તારીખ મુજબ એટલે કે 5 એપ્રિલે જ રિલીઝ થશે.
તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે ફિલ્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની છે. પ્રોડ્યુસર સંદીપ સિંઘનું કહેવું છે કે,'પબ્લિક ડિમાન્ડને કારણે અમે ફિલ્મ એક સપ્તાહ વહેલી રિલીઝ કરી રહ્યા છીએ. ફિલ્મને લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, અને લોકો પીએમ મોદીની લાઈફની જર્ની જોવા માટે ઉત્સાહિત પણ છે. આ 130 કરોડ લોકોની સ્ટોરી છે, અને હું લોકોને તે બતાવવા માટે રાહ જોઈ શકું એમ નથી.'
ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર થવાની સાથે સાથે ફિલ્મનું નવુ પોસ્ટર પણ રિલીઝ કરાયું છે. ચાર જુદી જુદી ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટર રિલીઝ કરાયા છે. ઓમંગ કુમારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની સામાન્ય વ્યક્તિથી વડાપ્રધાન પદ સુધી પહોંચવાની સફર દર્શાવાઈ છે. જાન્યુઆરીમાં ફિલ્મના મેકર્સ દ્વારા 23 જુદી જુદી ભાષામાં ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર કરાયું હતું. જે ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ બન્યું હતું.
આ પણ વાંચોઃ PM મોદીની બાયોપિકમાં જુદા જુદા 9 લૂકમાં દેખાશે વિવેક ઓબેરોય
આ છે સ્ટારકાસ્ટ
ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ વિવેક ઓબેરોય કરી રહ્યા છે. તો અમિત શાહના રોલમાં મનોજ જોષી, પીએમ મોદીના માતા હીરાબેનના રોલમાં ઝરીના વહાબ અને પત્ની જશોદાબેનના રોલમાં અબિનેત્રી બરખા બિસ્ટ સેન ગુપ્તા દેખાશે. તો આ ફિલ્મમાં બોમન ઈરાની પણ રતન ટાટાના રોલમાં છે.