21 March, 2019 10:58 AM IST |
પીએમ નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી Prime Minister of India Narendra Modi પર બનેલી બાયોપિકના ટ્રેલરની દેશભરના લોકો આતુરતાથી રાહ જોવાઈ રહ્યા હતા. લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. આવી ગયું છે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું ટ્રેલર જેમાં પીએમ મોદીના જીવનની ઝલક જોવા મળે છે.
બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરમાં વિવેક ઓબેરૉયની શાનદાર એક્ટિંગથી ફિલ્મને જોવાનો ઉત્સાહ વધી જાય છે.
જણાવી એ કે, આ ફિલ્મ પહેલા 12 એપ્રિલના રિલીઝ થવાની હતી પણ પ્રૉડ્યુસરોએ આ ફિલ્મ રિલીઝની તારીખ પ્રીપોન કરીને હવે 5 એપ્રિલ કરવામાં આવી છે. આ વિશે જણાવતા ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે કહ્યું હતું કે ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. એવામાં અમે બધાંએ નક્કી કર્યું છે કે આ ફિલ્મને એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ કરી દેવામાં આવશે. મહત્વની બાબત એ છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરૉય જુદાં જુદાં અવતારોમાં જોવા મળશે. તેના અવનવા લુક્સને તાજેતરમાં જ જાહેર કરાયા હતાં.
મોદી વિશ્વસ્તરે લોકપ્રિય ચહેરો
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ એક વિશ્વસ્તરે લોકપ્રિય ચહેરો છે અને વિશ્વભરમાં વસતા ભારતીયો પણ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છે. ત્યારે ભારતની સાથે વિશ્વમાં પણ લોકો આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિયતામાં વિશ્વસ્તરે મોટી નામના કેળવી છે. જેને પગલે લોકો આ ફિલ્મને નિહાળવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
સોમવારે આ ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થવાનું હતું. આ ફિલ્મનું પહેલું પોસ્ટર ઘણા સમય પહેલાં જાહેર કરાયું હતું અને બીજુ પોસ્ટર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહ દ્વારા 18 માર્ચે જાહેર થવાનું હતું. પણ ગોવાના મુખ્ય પ્રધાન મનેહર પર્રિકરના અવસાન બાદ લૉન્ચની તારીખ પોસ્ટપોન કરી દેવામાં આવી. જો કે તેવો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમારે કર્યું છે.
આ પણ વાંચો : PM Narendra Modiની બાયોપિક 5 એપ્રિલે થશે રિલીઝ, 4 ભાષામાં રિલીઝ કરાયું પોસ્ટર
આ છે સ્ટારકાસ્ટ
ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ વિવેક ઓબેરોય કરી રહ્યા છે. તો અમિત શાહના રોલમાં મનોજ જોષી, પીએમ મોદીના માતા હીરાબેનના રોલમાં ઝરીના વહાબ અને પત્ની જશોદાબેનના રોલમાં અબિનેત્રી બરખા બિસ્ટ સેન ગુપ્તા દેખાશે. તો આ ફિલ્મમાં બોમન ઈરાની પણ રતન ટાટાના રોલમાં છે.