25 March, 2019 06:10 PM IST | મુંબઈ
ફિલ્મના એક દ્રશ્યમાં વિવેક ઓબેરોય અને મનોજ જોષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi આગામી સપ્તાહે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હવે પ્રોડ્યુસર સંદીપ સિંઘ ગીત પણ ગાવા જઈ રહ્યા છે. પ્રોડ્યુસર સંદીપ સિંઘ પીએમ મોદીની બાયોપિકમાં NAMO NAMO ગીતને અવાજ આપશે. NAMO NAMO એક રૅપ સોંગ છે, જેને પૅરી જીએ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સંદીપ સિંઘ ફિલ્મના પ્રોડ્યુસર હોવાની સાથે સાથે ક્રિએટિવ ડિરેક્ટર પણ છે.
આ ફિલ્મ મારા માટે ખાસ છે : પ્રોડ્યુસર સંદીપ સિંઘ
નમો નમો ગીત એ દેશના હીરો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિકેશન માટે તેમને ટ્રિબ્યુટ હશે. ગીતને અવાજ આપવા અંગે પ્રોડ્યુસર સંદીપ સિંઘએ કહ્યું,'આ ફિલ્મ મારા માટે ખાસ છે, અને હું તેને પર્સનલ ટચ આપવા ઈચ્છું છું. એક વ્યક્તિ જેને આપણે ચાહીએ છીએ, તેના માટે ગીત ગાવું એનાથી વધુ સારી વાત શું હોઈ શકે. આ ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ છે, આશા છે કે લોકોને ગમશે.'
ગીતમાં સંદીપ સિંઘની સાથે રેપર પૅરી જી પણ અવાજ આપશે
આ ગીતના મ્યુઝિક ડિરેક્ટર હિતેષ મોદક છે, જેણે ગીતનું પ્રોગ્રામિંગ પણ કર્યું છે. આ ગીતમાં સંદીપ સિંહની સાથે સાથે રૅપર પૅરી જી પણ અવાજ આપશે. ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમારનું કહેવું છે કે,' PM Narendra Modi આ ફિલ્મ એક વ્યક્તિ નરેન્દ્ર મોદીના દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર છે.'
આ પણ વાંચો : PM Narendra Modiની બાયોપિકનું પહેલું ગીત 'સૌગંધ મુજે ઈસ મિટ્ટી કી' રિલીઝ
ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલે રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટોરી સંદીપ સિંહે લખી છે, તે ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. સાથે જ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલ વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઓમંગ કુમારે ફિલ્મને ડિરેક્ટ કરી છે.