Man vs Wild: આ રીતે PM મોદીનું હિન્દી સમજતા હતા બિયર ગ્રિલ્સ,થયો ખુલાસો

25 August, 2019 04:35 PM IST  | 

Man vs Wild: આ રીતે PM મોદીનું હિન્દી સમજતા હતા બિયર ગ્રિલ્સ,થયો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલના ફેમસ શૉ Man vs Wildના સ્પેશિયલ એપિસોડમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા. શૉ ટેલિકાસ્ટ થયા પછી લોકોના મનમાં પ્રશ્નો ઉઠ્યા હતા કે, શૉ દરમિયાન પીએમ મોદી હિન્દીમાં વાત કરતા રહ્યાં તો અંગ્રેજી સમજનાર બિયર ગ્રિલ્સને તેમની વાતો કઈ રીતે સમજાઈ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Man vs Wild એપિસોડના અનુભવો શૅર કર્યા હતા. આ એપિસોડ દુનિયાનો સૌથી ટ્રે઼ન્ડિંગ ટેલિવિઝન એપિસોડ હતો. પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર કર્યું. લોકોના પ્રશ્નોનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે ઘણા લોકો જાણવા ઈચ્છતા હતા કે બિયર ગ્રિલ્સ હિન્દી કઈ રીતે સમજી સકતા હતા. મારા અને બિયર ગ્રિલ્સ વચ્ચે ટેક્નોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક કોર્ડલેસ ડિવાઈસ બિયર ગ્રિલ્સના કાનમાં લગાવવામાં આવી હતી જે ઝડપથી હિન્દીને અંગ્રેજીમાં અનુવાદ કરતી.

આ પણ વાંચો: Maan Ki Baat: 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક સામે આંદોલન કરવા PM મોદીની જાહેરાત

12 ઓગસ્ટે જાહેર થયેલો Man vs Wildનો સ્પેશિયલ એપિસોડ વિદેશમાં પણ જોવામાં આવ્યો હતો. આ શૉ દુનિયાનો સૌથી વધારે જોનારો શૉ બની ગયો છે. આ વિશે જાણકારી આપતા બિયર ગ્રિલ્સે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, પીએમ મોદી સાથે Man vs Wildનો સ્પેશિયલ એપિસોડ સત્તાવાર રીતે દુનિયાની સૌથી વધારે ટ્રેડ કરનારી ઈવેન્ટ રહી. 3.6 બિલિયન. સુપર બૉલ ઈવેન્ટના 3.4 બિલિયન સોશિયલ ઈમ્પ્રેશન છે જ્યારે Man vs Wildના 3.6 બિલિયન

narendra modi gujarati mid-day