સાન્યા મલ્હોત્રા ડેટ કરી રહી છે આ સિતારવાદકને?

10 January, 2025 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે ૩૩ વર્ષની થનારી સાન્યાએ ૨૦૧૬ની ફિલ્મ ‘દંગલ’થી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી

વાયરલ તસવીર

સાન્યા મલ્હોત્રાને મનનો માણીગર મળી ગયો હોય એવું લાગે છે. રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેની અને જાણીતા સિતારવાદક રિષબ રિખિરામ શર્માની તસવીરો ફરતી થઈ છે એને પગલે તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચા ઊપડી છે. અગ્રણી સિતારવાદકો માટે સિતાર બનાવતી મશહૂર રિખિરામ ફૅમિલીનો રિષબ દંતકથા સમાન સિતારવાદક પંડિત રવિ શંકરનો છેલ્લો શિષ્ય છે. ૨૦૨૨માં તેને વાઇટ હાઉસમાં યોજાયેલી દિવાળીની ઉજવણીમાં સિતાર વગાડવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સના સમાપન સમારોહમાં ભારતીય ઍથ્લીટોનું મનોરંજન કરવા માટે પણ રિષબને બોલાવવામાં આવ્યો હતો. આવતા વર્ષે ૩૩ વર્ષની થનારી સાન્યાએ ૨૦૧૬ની ફિલ્મ ‘દંગલ’થી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી.

sanya malhotra social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news