12 October, 2022 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
થેંક ગોડ ફિલ્મ પોસ્ટર
ફિલ્મ `થેંક ગોડ` (Thak God)નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શ્રી ચિત્રગુપ્તા વેલફેર ટ્રસ્ટે અજય દેવગન (Ajay devgn), સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રકુલપ્રીત (Rakul Preet Singh)અભિનીત `થેંક ગોડ`ની રિલીઝ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પિટિશનમાં થિયેટર, ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થેંક ગોડની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. શ્રી ચિત્રગુપ્ત વેલફેર ટ્રસ્ટની આ અરજીમાં અભિનેતા અજય દેવગન, CBFC, નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા ભૂષણ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે. ભગવાન ચિત્રગુપ્તના અપમાનથી કાયસ્થ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. નોંધપાત્ર રીતે, કાયસ્થ સમાજ ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરે છે.કાયસ્થ સમાજ ભગવાન ચિત્રગુપ્તનું અપમાન સહન કરી શકતો નથી. ફિલ્મ રિલીઝ થવાથી દેશની શાંતિ અને સૌહાર્દને અસર થઈ શકે છે અને અરાજકતા ફેલાઈ શકે છે.