07 November, 2022 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલપ્રીત સિંહ
બૉલીવુડ ખતમ થવાને આરે છે એ વિશે પૂછવામાં આવતાં રકુલ પ્રીત સિંહે જણાવ્યું કે લોકોને એવી વસ્તુ લખવાનું ગમે છે જેમાં કોઈ વાસ્તવિકતા ન હોય. છેલ્લાં બે વર્ષથી સાઉથની ફિલ્મો ખૂબ કમાલ કરી રહી છે. ‘RRR’, ‘KGF : ચૅપ્ટર 2’ અને ‘કાંતારા’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. એને લઈને એવી અટકળો લગાવવામાં આવે છે કે બૉલીવુડનું અસ્તિત્વ ખતમ થવાનું છે. એ વિશે પૂછવામાં આવતાં રકુલ પ્રીત સિંહે કહ્યું કે ‘આ તો માત્ર એક તબક્કો છે. લોકોને એવી વસ્તુ લખવી ગમે છે જે કામ ન કરતી હોય. આજે સાઉથની ફિલ્મો સારી ચાલે છે, પરંતુ આપણે માત્ર એક ફિલ્મની રિલીઝની જ વાત કરીએ છીએ. અન્ય ફિલ્મો પણ રિલીઝ થઈ છે અને એ સારી નથી ચાલી. મહામારી બાદ લોકોની પસંદ બદલાઈ ગઈ છે. આ માત્ર સાઉથ કે બૉલીવુડની વાત નથી, પરંતુ લોકો કેવી ફિલ્મો જોવા માગે છે એ વિશે છે. તેમને લાર્જર-ધેન-લાઇફ સિનેમા જોઈએ છે.’