મહિલા કેન્દ્રિત સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે : રાધિકા આપ્ટે

07 April, 2023 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક સ્પાય-કૉમેડી છે.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેનું કહેવું છે કે દર્શકોને મહિલા કેન્દ્રિત સ્ટોરીઓ પસંદ પડે છે. તે હવે ‘મિસિસ અન્ડરકવર’માં હાઉસવાઇફ અને અન્ડરકવર એજન્ટનું પાત્ર ભજવી રહી છે. આ એક સ્પાય-કૉમેડી છે. આ વિશે વાત કરતાં રાધિકા કહે છે કે ‘​આ ફિલ્મની સ્ટોરી મને ખૂબ જ એક્સાઇટિંગ લાગી છે. આપણે એ દેશમાં રહીએ છીએ જે હજી પણ પુરુષપ્રધાન છે. ફૅમિલીને ખુશ રાખવા માટે મહિલાઓ દિવસ-રાત એક કરી દે છે, પરંતુ એમ છતાં તેમને જોઈએ એટલું મહત્ત્વ આપવામાં નથી આવતું. આથી જ મને દુર્ગાનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. તે પોતાની જાતને જે રીતે શોધે છે એ પણ ખૂબ જ સારું છે. દુનિયા હવે બદલાઈ રહી છે અને સમાન હક માટે લડી રહી છે. સમાન પગાર, સમાન જૉબની તક અને સમાન ઓળખ માટે ડિમાન્ડ કરી રહી છે. સોસાયટીમાં શું ચાલી રહ્યું છે એની ઝલક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. લોકોને પણ હવે આવી સ્ટોરી જોવાનું પસંદ પડી રહ્યું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood radhika apte