04 November, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડાએ આ વખતે દિવાળી લંડનમાં ઊજવી
અમેરિકામાં રહેતી પ્રિયંકા ચોપડાએ આ વખતે દિવાળી લંડનમાં ઊજવી, જેમાં તેનો હસબન્ડ નિક જોનસ અને દીકરી માલતી મારી પણ સામેલ થયાં. પ્રિયંકાએ લંડનના ઘેર પંડિત બોલાવીને વિધિવત્ લક્ષ્મીપૂજન કર્યું હતું. આ ઉજવણીમાં પ્રિયંકા સરસ સાડી પહેરીને તૈયાર થઈ હતી એટલું જ નહીં, તેના અમેરિકન પતિએ પણ ટ્રેડિશનલ પોશાક પહેર્યો હતો. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનની તસવીરો મૂકી હતી. એ જોઈને લોકો તેના પર ઓવારી ગયા હતા. ઘણાએ કમેન્ટ કરી હતી કે પ્રિયંકા વિદેશમાં રહીને પણ પોતાની સંસ્કૃતિને નથી ભૂલી.