02 December, 2023 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાયલ ઘોષ
પાયલ ઘોષે સોશ્યલ મીડિયામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને બીજેપીના સંસદસભ્ય ગૌતમ ગંભીર અને અક્ષયકુમાર તેની પાછળ પડ્યા હતા. જોકે તે તો માત્ર ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણને જ પ્રેમ કરતી હતી. તેની ‘ફાયર ઑફ લવ રેડ’ હાલમાં જ રિલીઝ થઈ છે. પોતાની વાતને વિસ્તારમાં જણાવતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પાયલ ઘોષે લખ્યું કે ‘ગૌતમ ગંભીર મને સતત મિસકૉલ આપતો હતો, આ વાતની જાણ ઇરફાનને પણ હતી. તે મારા તમામ કૉલ્સ ચેક કરતો હતો. હું જ્યારે ઇરફાનને પુણેમાં મળવા ગઈ ત્યારે આ વાત તેણે મારી સામે યુસુફભાઈ, હાર્દિક અને ક્રુણાલ પંડ્યાને પણ કહી હતી. મારી પાછળ ગૌતમ ગંભીર અને અક્ષયકુમાર અનેક લોકો પડ્યા હતા, પરંતુ હું માત્ર ઇરફાનને જ પ્રેમ કરતી હતી. મને તેના સિવાય કોઈ દેખાતું જ નહોતું. હું ઇરફાનને એ બધા લોકો વિશે જણાવતી હતી. મેં માત્ર ઇરફાનને જ પ્રેમ કર્યો છે, અન્ય કોઈને નહીં. અમારું બ્રેકઅપ થયા બાદ હું બીમાર પડી હતી. ઘણાં વર્ષો મેં કામ નહોતું કર્યું. તે એકમાત્ર વ્યક્તિ હતો જેને હું પ્રેમ કરતી હતી. ત્યાર બાદ તો મેં કોઈને પ્રેમ નથી કર્યો. અરે ઇરફાન પઠાન, કબ તક મુંહ પે દહી જમા કે રખોગે, કભી તો મેરે કામ આઓ. ઇરફાન મારો બૉયફ્રેન્ડ પહેલાં હતો. ૨૦૧૧ સુધી અમે રિલેશનમાં હતાં અને ૨૦૧૬માં તેણે લગ્ન કર્યાં.’
આ સિવાય ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર પાયલે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના પણ આરોપ લગાવ્યા છે. ૨૦૨૦માં એ વિશે જણાવતાં એક્સ પર પાયલે લખ્યું કે ‘અનુરાગ કશ્યપે મારો બળાત્કાર કર્યો હતો. અનુરાગ તો અક્ષયકુમારની જૂતી સમાન પણ નથી. અક્ષયકુમારે મારી સાથે ક્યારેય પણ ખરાબ વર્તન નથી કર્યું. તે ખૂબ મોટો સ્ટાર છે. હું તેને ખૂબ માન આપું છું.’