પતિ પત્ની ઔર વોની સીક્વલ માટે થઈ જાઓ તૈયાર

01 September, 2024 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડેને ચમકાવતી આ ફિલ્મનો બીજો ભાગ બનવાનો છે

ફિલ્મનો સીન

‘પતિ પત્ની ઔર વો’ની સીક્વલની તૈયારી શરૂ થઈ ગઈ છે. ડિરેક્ટર મુદસ્સર અઝીઝે જણાવ્યું કે સીક્વલમાં મહિલાઓના દૃષ્ટિકોણની સાથે એમાં હ્યુમરનો પણ જબરદસ્ત ડોઝ જોવા મળશે. ૨૦૧૯માં આવેલી ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ માટે કાર્તિકે તો હામી ભરી દીધી છે. ફિલ્મ વિશે મુદસ્સર અઝીઝ કહે છે, ‘ડિરેક્ટર તરીકે આ મારી આગામી ફિલ્મ હશે. હું એના પર કામ કરી રહ્યો છું. ફિલ્મનાં અનેક પાસાંઓ પર કામ ચાલી રહ્યું છે. હું એટલું જરૂર કહીશ કે આ કોઈ સાધારણ ફિલ્મ નહીં હોય. એક મહિલાના દૃષ્ટિકોણની ફિલ્મ છે, જેને દિલચસ્પ રીતે દેખાડીશ. એમાં કૉમેડી પણ ભરપૂર હશે.’

ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે મુદસ્સર અઝીઝ કહે છે, ‘હું હાલમાં કોઈ જાહેરાત નહીં કરી શકું. હું એક સીક્વલ બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છું. મને સીક્વલ બનાવવાનું ગમે છે. કોણ ફાઇનલ થયું છે અને કોણ નહીં, કોણ કલાકાર હશે એની જાહેરાત સ્ટુડિયો અને પ્રોડ્યુસરના હાથમાં છે.’

kartik aaryan bhumi pednekar Ananya Panday upcoming movie entertainment news bollywood bollywood news