શાહરુખના બર્થ-ડેનું ડબલ સેલિબ્રેશન

31 October, 2022 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅન્સ માટે ‘પઠાન’ના ટીઝરની સાથે‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પણ થશે રિલીઝ

શાહરુખ ખાન

શાહરુખ ખાનના બીજી નવેમ્બરે બર્થ-ડે નિમિત્તે તેના ફૅન્સને યશરાજ ફિલ્મ્સ ડબલ ટ્રીટ આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. શાહરુખની ‘પઠાન’નું ટીઝર ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. ‘પઠાન’માં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ ૨૦૨૩ની પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સાથે જ કાજોલ સાથેની તેની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને પણ અમુક થિયેટર્સમાં રીરિલીઝ કરવામાં આવશે. ‘પઠાન’ને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. ભારતીય સિનેમામાં સૌથી વધુ ચાલનારી ફિલ્મ એટલે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ છે. આ જ કારણ છે કે શાહરુખના ફૅન્સને આ ફિલ્મ ફરીથી જોવાની તક આપવાનું તેઓ વિચારી રહ્યા છે. ૧૯૯૫ની વીસ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ મરાઠા મંદિરમાં ૨૭ વર્ષ સુધી ચાલી હતી. PVRમાં આ ફિલ્મની ટિકિટના રેટ ૧૦૦ અને ૧૧૨ રૂપિયા રાખવામાં આવ્યા છે. એનું બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે. મુંબઈ, દિલ્હી એનસીઆર, કલકત્તા, કાનપુર, અમદાવાદ, લખનઉ, પુણે અને સુરતમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ આ ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. 

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan dilwale dulhania le jayenge upcoming movie