28 January, 2023 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનોટે ‘પઠાન’નું નામ બદલીને ‘ઇન્ડિયન પઠાન’ રાખવાની ભલામણ કરી છે. તેનું માનવું છે કે તેની સ્ટોરી જોતાં આ નામ રાખવું જોઈએ. શાહરુખ ખાન, જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ બુધવારે રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને પોતાના વિચાર શૅર કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું કે ‘જે લોકો એમ કહી રહ્યા છે કે ‘પઠાન’ નફરત પર પ્રેમની જીત છે એ વાત સાથે હું સહમત છું,ન્દુઓ રહે છે અને આમ તાં ફિલ્મનું નામ ‘પઠાન’ રાખવામાં આવ્યું છે. એનાથી તો એવું જ લાગે છે કે આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને આઇએસઆઇને તેઓ સારા દેખાડવા માગે છે. નફરત અ પરંતુ કોનો પ્રેમ અને કોની નફરત? સ્પષ્ટપણે કહું તો ટિકિટ્સ કોણે ખરીદી અને કોણે એને સફળ બનાવી? ખરેખર તો આ ભારતનો પ્રેમ અને બધાનો સ્વીકાર કરવાની ભાવના છે કે જ્યાં ૮૦ ટકા લોકો હિને નિર્ણયથી પરે છઆ ભારતનો સ્વભાવ છે જે એને મહાન બનાવે છે. આ ભારતનો જ પ્રેમ છે જે નફરત અને દુશ્મનોની રાજનીતિ પર જીતી છે. જોકે જે લોકોને એના પર વધુ અપેક્ષા છે તેમને જણાવી દઉં કે ‘પઠાન’ માત્ર એક ફિલ્મ છે. દેશમાં તો માત્ર જય શ્રી રામનું નામ જ ગુંજશે. મારું એવું પણ માનવું છે કે ભારતીય મુસલમાનો દેશભક્ત છે અને તેઓ અફઘાનિસ્તાનના પઠાન કરતાં અલગ છે. મૂળ વાત એ છે કે ભારત કદી પણ અફઘાનિસ્તાન નહીં બની શકે. ત્યાં તો નરક કરતાં પણ ખરાબ સ્થિતિ છે. એથી મારી સલાહ છે કે ફિલ્મની સ્ટોરી જોતાં એનું નામ ‘ઇન્ડિયન પઠાન’ રાખવું જોઈતું હતું.’