કઝિન પશ્મિનાને કઈ સલાહ આપી હૃતિકે?

23 May, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિક રોશનની બહેન પશ્મિના રોશન ‘ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે

કઝિન પશ્મિના સાથે હૃતિક રોશન

હૃતિક રોશનની બહેન પશ્મિના રોશન ‘ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. એ પહેલાં તેને હૃતિકે કામ કરવા વિશે અગત્યની સલાહ આપી છે. મ્યુઝિક-ડિરેક્ટર રાજેશ રોશનની દીકરી છે પશ્મિના. ‘ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ’ ૨૮ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. હૃતિકે આપેલી સલાહ વિશે પશ્મિના કહે છે, ‘પરિવારની પ્રતિષ્ઠા, તેમનો સપોર્ટ અને મારું નસીબ તો મારી સાથે છે પરંતુ પ્રેશર એ વાતનું છે કે તેમણે પોતાના કામ દ્વારા જે વારસો મેળવ્યો છે એના પર હું ખરી ઊતરી શકું. તેમની જેમ લોકોનાં દિલોમાં સ્થાન બનાવી શકું. હૃતિક મને સતત સલાહ આપે છે કે પોતાના કામમાં પ્રામાણિકતા દેખાડો, એક ઍક્ટર તરીકે પોતાના કામમાં સો ટકા સમર્પિત થાઓ. જો આ બે બાબતો પર ધ્યાન આપ્યું તો તમે સફળ થશો. આશા છે કે હું તેમની અપેક્ષાએ ખરી પુરવાર થાઉં.’

hrithik roshan upcoming movie entertainment news bollywood bollywood news