21 November, 2023 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલની આગામી ફિલ્મ ‘સૅમ બહાદુર’ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એવામાં પારસી દિગ્ગજ કંપનીઓ જેવી કે તાતા ગ્રુપ, પુનાવાલા ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ ગ્રુપ અને શાપરજી પાલનજી ગ્રુપે નક્કી કર્યું છે કે તેઓ પોતાના કર્મચારીઓ માટે આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખશે. એનું કારણ એ છે કે ફીલ્ડ માર્શલ સૅમ માણેકશો પારસી હતા. એથી તેમના માનમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે બનાવી છે. આ ફિલ્મમાં વિકીની સાથે ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, મોહમ્મદ ઝીશાન અયુબ અને નીરજ કાબી પણ જોવા મળશે. ૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ દરમ્યાન તેઓ આર્મી ચીફ હતા. તેમણે દેશ માટે આપેલા યોગદાનની માહિતી આ ફિલ્મમાં આપવામાં આવશે. દેશભક્તિ દેખાડતી આ ફિલ્મ સેના અને સૈનિકોના જીવન પર પણ પ્રકાશ પાડશે.
વર્કઆઉટ કરતાં વિકી ઇન્જર્ડ
વિકી કૌશલ ગઈ કાલે સવારે જિમમાં એક્સરસાઇઝ કરી રહ્યો હતો અને એ જ વખતે તેને પગમાં ઈજા થઈ હતી. તે પગનું વર્કઆઉટ કરી રહ્યો હતો. તેણે ટી-શર્ટ અને બૉક્સર પહેર્યાં છે. એનો વિડિયો તેણે શૅર કર્યો છે. વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રલિયા સામે ભારતની હાર થતાં તે દુખી થયો હતો. વિકીએ જે વિડિયો શૅર કર્યો છે એમાં તેને પગમાં ઈજા થઈ છે અને તેને અતિશય પીડા થઈ રહી છે. એ વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી, ‘કલ દિલ ટૂટા, આજ શરીર. જોકે આપણે આગળ વધતા રહેવું જોઈએ.’