15 May, 2023 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
પરિણીતિ ચોપડા (Parineeti Chopra) અને આપ (AAP) નેતા રાઘવ ચડ્ઢાએ શનિવારે, 13 મેના એક ઈન્ટીમેટ સેરેમનીમાં દિલ્હીમાં સગાઈ કરી હતી. ત્યાર બાદ કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ રોકા સેરેમનીની અનેક તસવીરો શૅર કરી હતી. ત્યારથી ચાહકો પરિણીતિ અને રાઘવને વધામણીઓ આપી રહ્યા છે. તો રાઘવ સાથે સગાઈ બાગ હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મોટી નોટ શૅર કરી છે.
પરિણીતિએ નોટ શૅર કરી મીડિયા અને ચાહકોનો માન્યો આભાર
પરિણીતિ દ્વારા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરવામાં આવેલી નોટમાં લખવામાં આવ્યું છે, "રાઘવ અને હું છેલ્લા કેટલાક અઠવાડિયામાં મળેલા પ્રેમ અને પૉઝિટીવિટીથી ખૂબ જ ખુશ છીએ, ખાસ કરીને અમારી સગાઈ પર. અમે બન્ને અલગ-અલગ વિશ્વમાંથી આવીએ છીએ, અને આ જાણીને આશ્ચર્ય થાય છે કે અમારું વિશ્વ પણ અમારા યૂનિયન સાથે જોડાય છે. જેટલું અમે ક્યારેક વિચાર્યું હતું તેનાથી પણ મોટો પરિવાર અમને મળ્યો છે."
મીડિયાનો પણ પરિણીતિએ માન્યો આભાર
અમે જે કંઈપણ વાંચ્યું કે જોયું છે, તે અમને ખૂબ જ સ્પર્શ્યુ છે, અને અમે તમારા બધાનો પૂરતો આભાર નથી માની શકતા. તમે બધા અમારી સાથે છો, આ જાણીને અમે આ પ્રવાસે નીકળ્યા છીએ. મીડિયામાં અમારા અમેઝિંગ ફ્રેન્ડ્સ માટે એક સ્પેશિયલ થેન્ક્સ, આખો દિવસ ત્યાં રહેવા અને અમને પ્રોત્સાહિત કરવા માટે થેન્ક્યૂ.
આ પણ વાંચો : Mumbai Fire:ખારમાં ગેસ સિલિન્ડર લીકેજથી ફાટી નિકળી આગ, બે બાળકો સહિત છ ઘાયલ
આ વર્ષે લગ્ન કરી શકે છે પરિણીતિ-રાઘવ
જણાવવાનું કે પરિણીતિ અને રાઘવ ચડ્ઢાને મુંબઈમાં સતત બે દિવસ લન્ચ અને ડિનર ડેટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. તેના પછી જ આમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે, કપલે મૌન સેવ્યું. આ દરમિયાન બન્ને ક્યારેક ઍરપૉર્ટ પર તો ક્યારેક આઈપીએલ મેચ જોતાં સ્પૉટ કરવામાં આવ્યા હતા. તો તમામ રૂમર્સને હકિકત પૂરવાર કરતા ફાઈનલી પરિણીતિ અને રાઘવે સગાઈ કરી લીધી છે. કપલના આ વર્ષે લગ્ન કરવાના પણ સમાચાર છે. જો કે, પરિણીતિ અને રાઘવ તરફથી આને લઈને કંઈપણ ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હાલ ચાહકો આ સુંદર જોડીના લગ્નમાં બંધાવાની રાહ જોઈ રહ્યા છે.