ભૂત બંગલા માટે અક્ષય કુમાર સાથે કોણ-કોણ જોડાયું જોઈ લો

13 September, 2024 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની જેવા કલાકારો સાથે આ ફિલ્મમાં કૉમેડીનું કેવું દંગલ રચાશે એની કલ્પના જ કરવી રહી

ફિલ્મનું પોસ્ટર

કૉમેડી ફિલ્મો દ્વારા આજ સુધી પેટ પકડીને હસાવવાની હિસ્ટરી ધરાવતા કેટલાક મજેદાર કલાકારો પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’માં જોડાયા છે. અક્ષય કુમારના લીડ કૅરૅક્ટર સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની જેવા કલાકારો કૉમેડીમાં કયા નવા રેકૉર્ડ બનાવશે અને એન્ટરટેઇનમેન્ટમાં ફિલ્મ કઈ હદ સુધી આપણને હસાવશે એ તો સમય જ દેખાડશે. ૨૦૨૫ની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને વર્ષના અંત સુધી ફિલ્મ રિલીઝ થાય એવું કહેવાઈ રહ્યું છે અને હજી પણ ફિલ્મના કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.

‘હેરાફેરી’, ‘ફિર હેરાફેરી’ અને ‘ગરમ મસાલા’, ‘ભૂલભુલૈયા’, ‘ભાગમભાગ’, ‘ખેલ ખેલ મેં, ‘ખટ્ટા મીઠા’ જેવી ફિલ્મો દ્વારા આ કલાકારોએ આપણને પેટ પકડીને હસાવ્યા છે. ૧૪ વર્ષ પછી ફરી એક વાર પ્રિયદર્શન સાથે ફિલ્મ કરવા જઈ રહેલા અક્ષયની સાથે જોડાયેલા આ કલાકારો ઇતિહાસનું પુનરાવર્તન કરીને ફરી એક આવું જ માસ્ટરપીસ આપીને હાસ્યના વાવાઝોડાનો અનુભવ આપણને કરાવે એવી અપેક્ષા રાખીએ.

આ ફિલ્મમાં ત્રણ હિરોઇનો હશે, જેની પસંદગી હજી બાકી છે.

akshay kumar upcoming movie priyadarshan paresh rawal rajpal yadav asrani entertainment news bollywood bollywood news