બહુ જલદી અટલ બિહારી વાજપેયી બનશે પંકજ ત્રિપાઠી

05 May, 2023 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની બિહાઇન્ડ ધ સીન ક્લિપ શૅર કરીને પંકજે કહ્યું હતું કે બહુ જલદી શૂટિંગ શરૂ કરવામાં આવશે

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી બહુ જલદી ‘મૈં અટલ હૂં’નું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મ અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. એમાં પંકજ ત્રિપાઠી ટાઇટલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મની બિહાઇન્ડ ધ સીન ક્લિપ શૅર કરીને પંકજે કહ્યું હતું કે બહુ જલદી શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ વિડિયો શૅર કરીને પંકજ ત્રિપાઠીએ કૅપ્શન આપી હતી કે ‘ઇન્સાન બનો, કેવલ નામ સે નહીં, રૂપ સે નહીં, શક્લ સે નહીં; હૃદય સે, બુદ્ધિ સે, સંસ્કાર સે, જ્ઞાન સે. - શ્રી અટલ બિહારી વાજપેયી. ઇન્સાનની પરિભાષા બતાવીને, ઇન્સાનિયતની ભાષા બન્યા હતા શ્રી અટલ બિહારી વાજપેયીજી.’

entertainment news bollywood news bollywood gossips bollywood pankaj tripathi atal bihari vajpayee