પહેલા દિવસે એક કરોડનો બિઝનેસ કર્યો ‘મૈં અટલ હૂં’એ

21 January, 2024 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત છે.

મેં અટલ હું

પંકજ ​ત્રિપાઠીની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈં અટલ હૂં’એ પહેલા દિવસે એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.  ફિલ્મને રવિ જાધવે ડિરેક્ટ કરી છે. વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સૅમ ખાન અને કમલેશ ભાનુશાલીએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. અટલ બિહારી વાજપેયી એક નેતાની સાથોસાથ એક કવિ પણ હતા. પંકજ ​ત્રિપાઠીએ તેમની બે રાજકીય રૅલીમાં પણ ભાગ લીધો હતો. એ વખતે તે ભીડમાં ઊભો હતો અને અટલ બિહારી વાજપેયીથી તે ૫૦૦ મીટર દૂર હતો. આ રોલ સાથે ન્યાય કરી શકશે કે નહીં એની તેને સતત ચિંતા થતી હતી. ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ છે, પરંતુ પહેલા દિવસે ધારી સફળતા નથી મેળવી શકી. કદાચ આવતા દિવસોમાં બૉક્સ-ઑફિસ પર એ પ્રશંસનીય પ્રદર્શન કરી શકે.

pankaj tripathi atal bihari vajpayee bollywood news bollywood gossips bollywood entertainment news