સૌથી વધુ જોવામાં આવતી સિરીઝમાં નંબર વન પર પહોંચી પંચાયત 3

25 July, 2024 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે અનેક સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી છે. એમાં ‘પંચાયત 3’ લોકોને ખૂબ પસંદ પડી છે.

પંચાયત 3

ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવતી સિરીઝ ‘પંચાયત 3’ને સૌથી વધુ જોવામાં આવી છે. એ નંબર-વન સિરીઝ બની ગઈ છે જેને સૌથી વધુ વ્યુ મળ્યા છે. આ વર્ષે અનેક સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી છે. એમાં ‘પંચાયત 3’ લોકોને ખૂબ પસંદ પડી છે. નીના ગુપ્તા, રઘુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારના પર્ફોર્મન્સ લોકોને ખૂબ ગમ્યા છે. આ સિરીઝને અત્યાર સુધી ૨૮.૨ મિલ્યન વ્યુ મળ્યા છે. એના કારણે આ શો નંબર વન પર પહોંચી ગયો છે. ત્યાર બાદ બીજા નંબર પર આવે છે સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ જેમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, સંજીદા શેખ અને રિચા ચઢ્ઢા જોવા મળી રહી છે. આ સિરીઝને ૨૦.૩ મિલ્યન વ્યુ મળ્યા છે. ત્રીજા નંબર પર રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ છે જેને ૧૯.૫ મિલ્યન વ્યુ મળ્યા છે. ચોથા ક્રમાંકે ‘કોટા ફૅક્ટરી 3’ છે જેમાં જિતેન્દ્ર કુમાર અને તિલોત્તમા શોમ છે. પાંચમા નંબરે ‘ધ લેજન્ડ ઑફ હનુમાન’ની સીઝન ત્રણ અને ચાર છે. એને ૧૪.૮ મિલ્યન વ્યુ મળ્યા છે.

amazon prime web series entertainment news