midday

આ અઠવાડિયે OTT પર ઑફિસર ઑન ડ્યુટી, ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર અને સ્કાય ફોર્સ

20 March, 2025 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સના `ઓફિસર ઓન ડ્યુટી` અને `ખાકી: ધ બંગાળ ચેપ્ટર` તીવ્ર ગુનાહિત નાટકનું વચન આપે છે, જ્યારે પ્રાઇમ વિડિયો પર `સ્કાય ફોર્સ` એક આકર્ષક યુદ્ધ વાર્તા લાવે છે.
ઑફિસર ઑન ડ્યુટી, ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર , સ્કાય ફોર્સ 

ઑફિસર ઑન ડ્યુટી, ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર , સ્કાય ફોર્સ 

ઑફિસર ઑન ડ્યુટી

OTT પ્લૅટફૉર્મ : નેટફ્લિક્સ
આ એક પોલીસ-અધિકારીની કહાની છે જેનું ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટથી સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે ડિમોશન કરવામાં આવ્યું છે. આ અધિકારી એક સુસાઇડ કે સંભવિત હત્યાની તપાસમાં જોડાય છે. તપાસ દરમ્યાન તે નકલી જ્વેલરીના રૅકેટનો પર્દાફાશ કરે છે અને સંઘર્ષ તથા છેતરપિંડીની જાળમાં ફસાઈ જાય છે.

ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર 

OTT પ્લૅટફૉર્મ : નેટફ્લિક્સ
શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે એક ઉચ્ચ અધિકારીના મૃત્યુ પછી IPS અર્જુન મૈત્રાને બાઘા નામના કુખ્યાત ગુનેગારને પકડવાની જવાબદારી સોંપવામાં આવે છે. બાઘા શહેરમાં શોષણખોર સિન્ડિકેટ ચલાવે છે. તેને પકડવા માટે એક લોહિયાળ જંગ ખેલાય છે જેને આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યો છે.

સ્કાય ફોર્સ 

OTT પ્લૅટફૉર્મ : પ્રાઇમ વિડિયો
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનના સરગોધા ઍરબેઝ પર ભારતીય વાયુસેનાએ પ્રતિકારાત્મક હુમલો કર્યો હતો. આ હુમલાની આગેવાની વિન્ગ કમાન્ડર કે. ઓ. આહુજાએ કરી હતી. આ હુમલામાં એક સાથીદાર મિસિંગ થયો ત્યારે વિન્ગ કમાન્ડરે એનો બદલો લેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ સાચી ઘટનાના આધારે બનેલી ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહારિયા મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ સારા અલી ખાન, નિમ્રત કૌર અને શરદ કેળકર પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

netflix akshay kumar prime video indian army bollywood bollywood news entertainment news